Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જૂનાગઢમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ વાર્ષિક કામગીરીના ભાગરૂપે 20 મે સુધી પાંચ તબક્કામાં ગણતરી થશે

જૂનાગઢમાં તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી શરૂ થઇ છે. વાર્ષિક કામગીરીના ભાગરૂપે 20 મે સુધી પાંચ તબક્કામાં ગણતરી શરૂ થશે. તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તીના અંદાજ જાણવા વસ્તી ગણતરી થાય છે. ગીર અભ્યારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉધાન, પાણીયા અભ્યારણ્ય, મિતીયાળા અભ્યારણ્ય અને ગિરનાર અભ્યારણ્યમા તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરાશે.

પ્રથમ તબક્કામાં ગીર, પાણીયા અને મિતીયાળામાં વસ્તી ગણતરી થશે. બીજા તબક્કામાં ગીર આસપાસના અનામત અને બિન અનામત વીડી વિસ્તારમાં ગણતરી કરાશે. જયારે ત્રીજા તબક્કામાં ગિરનાર અને આસપાસના અનામત અને બિન અનામત વીડી વિસ્તારમાં ગણતરી કરવામાં આવશે, તો ચોથા તબક્કામાં ભાવનગર અને આસપાસના અનામત અને બિન અનામત વીડી વિસ્તારમાં ગણતરી હાથ ધરવામાં આવશે.

જયારે પાંચમાં તબક્કામાં સૌપ્રથમવાર સમુદ્ર કિનારાના વિસ્તારમાં ગણતરી કરવામાં આવશે. ચિત્તલ, સાબર, નિલગાય, ચોશીંગા, ચીંકારા, કાળીયાર, જંગલી ભુંડ, વાંદરા અને મોરની વસ્તીની અંદાજીત ગણતરી કરવામાં આવશે. અત્યાધુનિક સાધનો દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિએ લેઝર રેન્જ ફાઈન્ડર, જીપીએસ સેટ, દુરબીન સહીતના સાધનોની મદદથી ગણતરી થશે. સવારે 6 કલાકથી બપોરના ત્રણ વાગ્યા સુધી નક્કી કરાયેલા વિસ્તારોમાં વસ્તી ગણતરી કરવામાં આવશે.

   
 
   
(11:57 pm IST)