Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગોંડલ વાડીનાં ગોડાઉનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

ગોંડલ નેશનલ હાઇવે પર ખોડલ દીપ હોટેલ પાછળ આવેલ વાડીના ગોડાઉનમાં દરોડો

ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જે.કે. ચૌહાણ અને કોન્સ્ટેબલ અમરદીપસિંહ જાડેજાને મળેલ ચૌકકસ બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે પર ખોડલ દીપ હોટેલ પાછળ આવેલ પ્રવિણ કેશુ સાટોડીયા (રહે. ગોંડલ) ની વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવિણ કેશુ સાટોડીયા (ઉ.વ.53) ધીરુ પોપટ ભુવા (ઉ.વ.62) પ્રવીણ ગોવિંદ પટોળીયા, શૈલેષ મનસુખ સીદીપરા (ઉ.વ.50), યોગેશ હંસરાજ સાટોડીયા (ઉ.વ.48) અને અરવીંદ રામજી લાખાણી (ઉ.વ.59) (રહે. તમામ ગોંડલ)ને રૂ.46 હજારની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

(12:32 am IST)