Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કેન્દ્રીય મંત્રી રૂપાલાના હસ્તે વેરાવળમાં 3.25 કરોડના ખર્ચે નવનિર્મિત તરંગ બોયઝ હોસ્ટેલનું થયું લોકાર્પણ

વડાપ્રધાન મોદીએ મત્‍સ્‍યદ્યોગ ક્ષેત્રમાં બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનોઓ રહેલી હોવાથી કેન્‍દ્રમાં મત્‍સ્‍યદ્યોગ માટે એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો : રૂપાલા

વેરાવળમાં કાર્યરત મત્‍સ્‍ય વિજ્ઞાન મહાવિઘાલયમાં તરંગ બોયઝ હોસ્‍ટેલનું આજે કેન્દ્રીય મત્સ્યદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ હોસ્ટેલ 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા આધુનિક સુવિધા સભર છે. સાંસદ રાજેશ ચુડાસમા, રાજશી જોટવા, ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર અને પાલીકા પ્રમુખ સહિતના મહાનુભાવોએ હોસ્‍ટેલની અઘતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. જે બાદ હોસ્‍ટેલના પરીસરમાં વૃક્ષારોપણ  કરવામાં આવ્યું ગતું હતું.

આ તકે મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં માછીમારોને માછીમારી  કરવા માટે દરીયામાં બહુ દુર જવુ પડતું હોવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. જેથી આ સમસ્યાને નિવારવા માટે દરીયા કિનારાની નજીક જ માછીમારી કરી શકે અને દરીયા કિનારા નજીક જ માછલીઓનો મોટો જથ્થો મળી શકે તે માટે ભારત સરકાર આગામી સમયમાં એક કાર્યક્રમ હાથ ધરવા જઇ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભારત સરકારની અને ખાસ કરીને મત્સ્ય વિભાગની યોજનાઓનો લાભ મેળવી ઉદ્યોગ સાહસિક બને તે દિશામાં આગળ વધવા માટે તથા કુપોષણની સમસ્યા નિવારવા માટે ફીશરીઝ કોલેજના વિદ્યાર્થીઓને નવા પરીપ્રક્ષ્યમાં સંશોધનના આધારે પ્રોટોકોલ તૈયાર કરવા અપીલ કરી હતી.

સાથે જ વાત કરી હતી કે, વડાપ્રધાન મોદીએ મત્‍સ્‍યદ્યોગ ક્ષેત્રમાં બે થી ત્રણ ગણા વિકાસની સંભાવનોઓ રહેલી હોવાથી કેન્‍દ્રમાં મત્‍સ્‍યદ્યોગ માટે એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક પ્રવાહો પલટાયા હોય અનેક દેશોમાં એક ડિવિઝન પણ જોવા મળી રહ્યુ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતની ભુમિકા મહત્વની રહેવાની સાથે વિકાસ માટે નવી તકો પણ ખુલ્લી છે.

ગુજરાતમાં ઉનાળા દરમિયાન અનેક સ્થળોએ પાણીની અછતની ફરિયાદો સામે આવી છે. જો કે ગીર સોમનાથ જિલ્લા માટે મહત્વની વાત એ છે કે અહીં આ વર્ષે પાણીની સમસ્યાનો સામનો લોકોએ નહીં કરવો પડે. સિંચાઇ વિભાગના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં આવેલા પાંચેય ડેમોમાં હાલ સારા પ્રમાણમાં પાણી છે. જેના કારણે લોકોને પીવાના અને ખેડૂતોને સિંચાઇના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું હતું. જેથી સૌરાષ્ટ્રમાં સિંચાઈ વિભાગ હસ્તકના 140 ડેમો 100 ટકા સુધી ભરાઈ ગયા હતા. હવે આ વર્ષે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે પણ ગીર સોમનાથ જિલ્લાનાં તમામ ડેમોની સ્થિતિ ખૂબ સારી છે. ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યુ છે. ગીર સોમનાથ જિલ્લામાં મુખ્ય 5 ડેમો આવેલા છે. જેમાં શિંગોડા, મચ્છુન્દ્રી, રાવલ, હિરણ-1 અને હિરણ-2. આ પાંચેય ડેમોમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણી ભરાયેલું છે. રવિપાક માટે જિલ્લાનાં ખેડૂતોને કેનાલો મારફતે પાણી આપવામાં આવે છે. તો ઉનાળુ પાક માટે પણ સિંચાઈનું પાણી આપવામાં આવશે. આમ છતાં પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં બચશે.

   
 
   
(8:34 pm IST)