Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ધોરાજી લેઉવા પટેલ સમૂહ લગ્નોત્‍સવમાં પોલીસ સ્‍ટાફ દ્વારા નવદંપતીઓને ભેટ

ધોરાજી : લેઉવા પટેલ સમાજના સમૂહ લગ્નોત્‍સવ કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિ વર્ષ લેઉવા પટેલ સમાજ દ્વારા સમૂહલગ્નોત્‍સવ યોજાયા હતા.સમૂહ લગ્ન પ્રસંગે ધોરાજી પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર અનિરૂધ્‍ધસિંહ ગોહિલ ડી સ્‍ટાફના રમેશભાઇ બોદર તેમજ પોલીસ સ્‍ટાફ સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્‍થિત રહી દરેક નવદંપતિને ભગવતગીતા અને કંકાવટી આશીર્વાદ સાથે ભેટ કરી હતી. ધોરાજી લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ ટ્રસ્‍ટીઓ અને સમૂહ લગ્ન ઉત્‍સવ સમિતિ દ્વારા દરેક કન્‍યાને મોઘેરો કરિયાવર ભેટ આપવામાં આવ્‍યો હતો. (તસ્‍વીરઃ કિશોર રાઠોડ)

(9:53 am IST)