Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગોંડલમાં પીજીવીસીએલ દ્વારા શિવમ રેસીડેન્‍સીમાં સાત મહિનાથી વીજ બિલ આપ્‍યુ નથી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૦: ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલ શિવમ રેસિડેન્‍સીમાં રહેતા ભારતીય જનતા પક્ષના શહેર ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દે રજૂઆત કરી હતી કે પોતે શિવમ રેસીડેન્‍સી માં રહે છે અને તેમને વીજ કનેક્‍શન જયાબા જનકસિંહ જાડેજા નામ નું છે જેમાં પીજીવિસીએલ તંત્ર દ્વારા છેલ્લા ૭ મહિના થી વિજબીલ આપવા આવેલ નથી. વીજ કર્મચારીઓને ને જાણ કરતા જણાવ્‍યું હતું કે બિલ ઓનલાઈન આવે જ છે જયારે ઓનલાઇન તપાસ કરતા સાત મહિના નું બિલ માત્ર ૧૦૩ રૂપિયા આવેલ છે. છેલ્લા સાત મહિના નું એકપણ બિલ ઘરે આવેલ નથી. આ સિવાય અન્‍ય ઘણા એવા પણ મકાનો છે જયાં બિલ આપવા કર્મચારીઓ ન આવતા લોકોને ઓનલાઈન ચેક કરીને જ બિલ ભરવાની ફરજ પડી રહી છે તો આ અંગે યોગ્‍ય કરવા રજૂઆતની અંતમાં માંગ કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર માસથી ખેતર વાળા મેલડી માં વિસ્‍તાર માં આવેલી વાડી ખેતરોમાં પણ પીજીવીસીએલ તંત્રના મીટર રીડર દ્વારા સ્‍થળ પર ગયા વગર જ મનમાં આવે તેમ બિલ ફાડી નાખવામાં આવતા હોય રોષ ફેલાયો છે આ રોષ હજુ સમ્‍યો નથી ત્‍યાં જ શિવમ રેસીડેન્‍સી માં પણ સાત સાત મહિનાથી તંત્ર દ્વારા વીજ બિલ પહોંચાડવામાં આવતું ન હોય પીજીવીસીએલ શાહુકાર બની ગયું હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.

એક-બે મહિના બિલ ન આવવા અંગે કુલદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે જો સમયસર મર્યાદામાં વીજ બીલ ના આવે તો તે આગામી મહિનાઓમાં ચડત બિલ તરીકે જરૂરથી આવતું હોય છે અને લોકોને એકી સાથે દંડ સહિત ની રકમ ભરવી પડતી હોય છે ખરેખર બિલ પહોંચાડવામાં વીજતંત્રની જ બેદરકારી હોય છે પરંતુ લોકોને વિના વાંકે દંડની રકમ ભરવાની ફરજ પડતી હોય છે તંત્ર દ્વારા તાકીદે મીટર રીડિંગ જોઈને બિલ આપવા જોઈએ તો તે વાજબી વાત ગણી શકાય. 

(9:56 am IST)