Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ઉપલેટાના ખેડુતોની કફોડી હાલત કચેરીઓના ચક્કર કાપી ન ઘરના ન ઘાટના થાકેલા ખેડૂતોની આત્‍મ વિલોપનની ચિમકી

(કૃષ્‍ણકાંત ચોટાઈ દ્વારા) ઉપલેટા તા.૧૦: ગત ચોમાસા દરમ્‍યાન ભાદર મોજ અને વેણુ નદીમાં અધીક પુર આવતા નદીકાંઠાના ખેતરોમાં ભારે ધોવાણ થયેલ હતુ. જે તે વખ્‍તે ખેડુતોએ સર્વે કરવાની માંગણી ખેડુતોએ કરેલ અને સરકાર દ્વારા સર્વે કરવામાં આવેલ આજે ફરીથી ચોમાસુ આવવાનો સમય થઈ ગયો ખેડુતો પોતાના ખેતરોમાં ગત વર્ષે જે ધોવાણ થયેલું તે ધોવાણને રીપેર કરવા આજુબાજુમાં પડતર જમીનમાંથી માટી ઉપાડી અને ખેતરોમાં ભરતા હોય છે. ગત ચોમાસા દરમ્‍યાન ૨૫૦૦ થી ૩૦૦૦ વીધા જમીન નદીકાંઠાના વિસ્‍તારમાં થયેલ ખેતરોમાં પાણી ભરાઈ જતા માટી ધોવાઈ ગયા બાદ ફરીથી આ માટી નાખવા માગે ૧૦૦ થી ૧૫૦ જેટલા ખેડુતોએ મામલતદાર પાસે મંજુરી માંગતા નગર પાલીકાનો ઠરાવ લઈ આવો તેમ કહી ખેડુતોને કાઢી મુકેલ હતા. નગર પાલીકા કચેરીએ ખેડુતો જતાં અમે ઠરાવ આપીએ પરંતુ ઠરાવ જનરલ બોર્ડ થયા બાદ ઠરાવ આપે તેવો જવાબ આપવામાં આવ્‍યો આમ એક બાજુ વાવણી નો સમય નજીક આવતો જાય છે. અને બીજી બાજુ ખેડુતોના ખેતરો ધોવાયેલા પડયા છે. ત્‍યારે આ અંગે કાયદેસર મંજુરી માંગવા જતાં વહિવટી તંત્ર દ્વ્રારા કોઈ યોગ્‍ય હુકમ કાઢેલ નથી. ત્‍યારે ખેડુતોની હાલત કફોડી થઈ છે. ઓફીસ ચકકર કાપી કાપી થાકેલા ખેડુતે આખરે આત્‍મ વિલોપનની ચીમકી આપેલ છે. આ આત્‍મ વિલોપનની ચીમકી આપનાર ખેડુત નારણભાઈ નથુભાઈ ચંદ્રવાડીયાએ આજે પત્રકારોને જણાવેલ હતુ કે અમે છેલ્લા એક અઠવાડીયાથી મામલતદાર પાસે આગેવાનો પાસે સતત રજુઆતો કરીએ છીએ આ રજુઆતોમાં અધિકારીઓ અમને સાથ આપવાને બદલે માટી ઉપાડશો તો તમારા ટ્રેકટરો ડમ્‍પરો જપ્ત કરી લઈશું. તેવી ધમકી આપે છે.

 સમય સર ખેતરોમાં માટી નહિં ભરાઈ તો નદી કાંઠાના ર૫૦૦ થી ૩૦૦૦ વીધામાં વાવેતર કરવું શકય નથી. જો વાવેતર નહી થાય તો આવતા વર્ષે અમારે ભુખે મરવાનો સમય આવે તેમના કરતા બહેતર છે. આત્‍મ વિલોપન કરી અને આ નીંભર તંત્રને  જગાડવાનો પ્રયત્‍ન કરવો છે. જો ત્રણ દિવસમાં અમને અમારા ખેતરમાં માટી ભરવાની મંજુરી આપવામાં નહી આવે તો ત્રણ દીવસ પછી નારણભાઈ ચંદુવાડીયાએ પોતે મામલતદાર કચેરીમાં આત્‍મ વીલોપન કરશે તેવી ચીમકી આપેલ છે. નારણભાઈ એ અંતમાં જણાવેલ કે માટી ઉપાડવા માટે જો કોઈ પૈસા ભરવાના સરકારને થતાં હોય તો તે ભરવા પણ ખેડુતો તૈયાર છે. આમ ખેડુતોનો માટીનો પ્રશ્ન અત્‍યારે તાલુકામાં ચર્ચો નો વિષય બનેલ છે.

(9:57 am IST)