Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જસદણમાં કાળુપીર દાદાનો બેદિવસીય ઉર્ષ મુબારક

જસદણ, તા.૧૦: હિન્‍દુ મુસ્‍લિમ એકતાના પ્રતિક હ. કાળુપીર દાદાનો ઉર્ષ મુબારક બુધવાર ગુરુવારના રોજ ઉજવાશે જે અંગે એકતા કમિટી દ્ધારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જસદણની પ્રજા માટે આહુતિ આપનારા હ. કાળુપીર દાદાનો ઉર્ષ મુબારક દર વર્ષે જીજાનથી ઉજવાય છે. ખાસ કરીને આ ઉર્ષ મુબારકમાં સુન્ની મુસ્‍લિમ સમાજનાં બિરાદરો જોડાય છે વિશેષમાં હુસૈનભાઈ ખીમાણીનો સહ પરિવારનું યોગદાન અવ્‍વલ હોય છે ત્‍યારે પ્રજા માટે અભૂતપૂર્વ અને એતિહાસિક યોગદાન આપનારા હ.કાળુપીર બાપુના ઉર્ષ મુબારક સંદર્ભે બુધવારે રાત્રિના આઠ કલાકે હિંમતનગરના મોહંમદ મુસ્‍તજાબ મોઈનુદ્દીન સહાબની મહેફિલેનાઅત કાર્યક્રમ રહેશે ગુરુવારના સવારે નવ થી દસ કુરાનખ્‍વાની આજ દિવસે બપોરે ત્રણ કલાકે શહેરના જુના બસ સ્‍ટેન્‍ડ ખાતે આવેલ જુમ્‍મા મસ્‍જિદ પાસેથી ઝુલુસ નીકળશે જે ઝુલુસ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી સાંજે કાળુપીર દાદાના મઝાર મુબારક પર પહોંચી ત્‍યાં તેમની તુરબત મુબારક પર સંદલ ચઢાવવામાં આવશે ત્‍યાબાદ ન્‍યાજ (પ્રસાદ) બાદ બે દિવસીય ઉર્ષ મુબારક પૂર્ણ થશે આ ઉર્ષ મુબારક અવસરે જસદણ વીંછીયા પંથક સહિત સૌરાષ્ટ્રભરના મોટાં ભાગનાં ગામોના સુન્ની મુસ્‍લિમ બિરાદરો દરેક ધાર્મિક કાર્યક્રમમાં જોડાય કાળુપીર બાપુને સલામી પેશ કરશે આ ઉર્ષ મુબારકને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે.

(10:18 am IST)