Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વિશ્વ થેલેસેમીયા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્‍પબધ્‍ધ થઇએ કે રકતદાન થકી કોઇનું જીવન બચાવવા પ્રયાસ કરીશું : ડો. નીમાબેન આચાર્ય

અમદાવાદમાં જલારામ સદ્‌ભાવના ટ્રસ્‍ટ, શશીકુંજ ગ્રુપ આયોજીત દિવ્‍યાંગ બાળકો, ભાઇ-બહેનો દ્વારા સાંસ્‍કૃતિક મહોત્‍સવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : અમદાવાદ ખાતે ‘વિશ્વ થેલેસેમીયા દિવસ' નિમિત્તે વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી ડો.નીમાબહેન આચાર્યની પ્રેરક ઉપસ્‍થિતિમાં દિવ્‍યાંગ બાળકો દ્વારા સંસ્‍કૃતિ મહોત્‍સવ યોજાઈ ગયો. જલારામ સદભાવના ટ્રસ્‍ટ તથા શશીકુંજ ગ્રુપ આયોજિત આ મહોત્‍સવમાં દિવ્‍યાંગ ભાઈ બહેનો અને બાળકો દ્વારા વિશિષ્ટ સાંસ્‍કૃતિક કૃતિઓ પ્રસ્‍તુત કરવામાં આવી હતી. તથા દરેક બાળકોએ પોતાના મધુર કંઠથી સુંદર ગીતો ગાઈ ઉપસ્‍થિત સૌ લોકોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.આ મહોત્‍સવમાં ઉપસ્‍થિત લોકોને સંબોધતા વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી ડો.નીમાબહેન આચાર્યએ જણાવ્‍યું હતું કે, આજના દિવસે આપણે સૌ સંકલ્‍પ લઈએ કે રક્‍તદાન થકી કોઈનું જીવન બચાવવા આપણે પ્રયાસ કરીશું.
વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, છેલ્લા બે દાયકામાં મેડિકલ સાયન્‍સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વના વૈજ્ઞાનિકો અને સંશોધકોએ અનેક ક્રાંતિકારી શોધ કરીને મેડીકલ ક્ષેત્રે આમૂલ પરિવર્તનો કર્યા છે. પરંતુ કુદરતે બનાવેલા લોહીનો વિકલ્‍પ આજદિન સુધી કોઈ જ વૈજ્ઞાનિક શોધી શક્‍યા નથી.ᅠ
આ સાંસ્‍કૃતિક મહોત્‍સવને નિહાળવા ખૂબ જ મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા

 

(10:24 am IST)