Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માંડવી બીચ ખાતે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્‍થળોની ઝાંખી યોજાઇ

ભુજ તા.૧૦ : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા માંડવી બીચ ખાતે ગુજરાતના વિવિધ પ્રવાસન સ્‍થળોની ઝાંખી બતાવવા ખાસ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ગુજરાત પ્રવાસનની વ્‍યાપક પ્રસિધ્‍ધિ માટે કચ્‍છના માંડવી બીચ ખાતે તા.૦૬/૦૫/૨૦૨૨ થી ૦૮/૦૫/૨૦૨૨ (શુક્રવારથી રવિવાર) દરમિયાનᅠ રાજયના વિવિધ પ્રવાસન સ્‍થળો વિશે માહિતી આપતાં પ્રદર્શનનું આયોજન કરાયું હતું. પ્રદર્શન દ્વારા બહારથી આવતા પ્રવાસીઓને ગુજરાતના અનેક પર્યટન સ્‍થળોની માહિતી દર્શાવવામા આવે છે. ઉનાળું વેકેશનમા પ્રવાસનને ફરીથી ધબક્‍તુ કરવા માટે આવુંᅠ આયોજન કરવામા આવી રહેલ છે. જેમાંᅠ બહોળી સંખ્‍યામા પ્રવાસીઓએ મુલાકાત લઈ વિવિધ પ્રવાસન સ્‍થળો અંગે જાણકારી મેળવી હતી.

 

(10:25 am IST)