Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કચ્‍છના અંજાર પાસે ટ્રેઇલરે બાઇકને હડફેટે લેતા બે યુવાનોના મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્‍છના અંજાર મુન્‍દ્રા હાઈવે ઉપર માર્ગ અકસ્‍માતમાં બે યુવાનોના અરેરાટીભર્યા મોત નીપજયા હતા. અંજાર શહેરની ભાગોળે સિનુગ્રા ગામ નજીક રામકો કંપની પાસે મહાકાય ટ્રેઈલરે બાઈકને હડફેટે બાઈક પર સવાર બે યુવાનોના મોત નિપજયા હતા.
પ્રાપ્‍ત માહિતી મુજબ ટ્રેઈલર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં એઝાજ અકબર લુહાર અને ઈરફાન હુશેન ચાવડાનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. બન્ને યુવાનો બાઈકથી સિનુગ્રા ગામે જઈ રહ્યા હતા. ત્‍યારે ટ્રેઈલર તળે બાઈક આવી જતા મોતનો કોળિયો બન્‍યા હતા.
બેકાબુ બનેલા ટ્રેઈલર રોડ પરથી નીચે ઉતરી ગયો હતો અને બાઈકનું કચ્‍ચરઘાણ થઈ ગયું હતું. બે યુવાનોના અકાળે મોતથી સિનુગ્રા ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાયું હતું

 

(10:27 am IST)