Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજ્‍ય પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકાને એવોર્ડ

દ્વારકાઃ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા દ્વારકાને બેસ્‍ટ ધાર્મિક સ્‍થળ,  શિવરાજપુર બીચને ગુજરાતનો બેસ્‍ટ બીચ તથા ફિલ્‍માંકન શુટિંગ માટે બેસ્‍ટ ડેસ્‍ટિનેશનના એવોર્ડ અપાયા. જે કાર્યક્રમ ફન હોટેલમાં યોજાયો હતો. એન.જી.ઓ સંસ્‍થા દિલ દ્વારકાના પ્રતિનિધિઓ અને પાલિકા પ્રમુખ જયોતિબેનના હસ્‍તે જિલ્લા કલેકટર મુકેશભાઇ પંડયા, અધિક કલેકટર જામની તથા પ્રાંત અધિકારીશ્રીને અર્પણ કરાયો હતો. હોટેલ એસોસિએશનના પ્રમુખ નિર્મણ સામાણી દ્વારા સ્‍વાગત થયું હતું. કાર્યક્રમનું સંચાલન અવનીબેન તથા શીતલબેનએ કર્યુ હંતું. આગેવાનો રમણભાઇ સામાણી, પરેશભાઇ ઝાંખરીયા, ચંદુભાઇ બારાઇ, ઇશ્વરભાઇ ઝાંખરીયા, વિનુભાઇ સામાણી ઉપસ્‍થિત રહ્યા હતા. આભારવિધિ રવિ વરાઇએ કરી હતી.  (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીરઃ દિપેશ સામાણી -દ્વારકા)

(10:42 am IST)