Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જામકંડોરણામાં શ્રી અન્‍નપૂર્ણા માતાજીના મંદિરે ૧૮ થી ર૪ સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ

વ્‍યાસાસને શાષાી મયુરભાઇ ભટ્ટ બિરાજશેઃ કથા દરમ્‍યાન આવતા ઉત્‍સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે

(નસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૦: શ્રી અન્‍નપૂર્ણા માતાજીના મંદિરે તા. ૧૮-પ-ર૦રર થી તા. ર૪-પ-ર૦રર સુધી શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ કથામાં વ્‍યાસાસને દ્વારકાવાળા (હાલ મુંબઇ) શાષાી મયુરભાઇ કે. ભટ્ટ બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

આ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞમાં પોથીયાત્રા તા. ૧૮ ને બુધવારે બપોરે ૩-૦૦ કલાકે રામ મંદિર પટેલ ચોકથી નીકળશે કથામાં નૃસિંહ પ્રાગટય તા. ર૦ ને શુક્રવાર, શ્રી વામન પ્રાગટય તા. ર૧ ને શનિવારે સવારે, શ્રી રામ, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તા. ર૧ ને શનિવારે બપોરે તથા સાંજે શ્રી ગીરીરાજ ઉત્‍સવ તા. રર ને રવિવારે સાંજે, શ્રી કૃષ્‍ણ રૂક્ષમણી વિવાહ તા. ર૩ ને સોમવારે સાંજે, સુદામા ચરિત્ર તા. ર૪ ને મંગળવારે સવારે ઉજવવામાં આવશે બહારગામથી આવતા મહેમાનો માટે ભોજન પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

સપ્‍તાહના સાત દિવસના ભોજનના દાતા રમેશભાઇ વલ્લભભાઇ ગજેરા (સુરત) છે કથાના મુખ્‍ય યજમાનપદ દિલીપભાઇ થોભણભાઇ કોયાણી તથા ભરતભાઇ થોભણભાઇ કોયાણી શોભાવશે કથામાં શ્રી જામકંડોરણાના ધર્મપ્રેમી ભાઇઓ બહેનોને લાભ લેવા શ્રી અન્‍નપૂર્ણા માતાજી મંદિરના મહંત શ્રી રાજેશગીરી ગોસાઇ, જયેશગીરી ગોસાઇ તથા નિલેશગીરી ગોસાઇએ નિમંત્રણ પાઠવેલ છે.

(11:19 am IST)