Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પોરબંદરમાં પરસોત્તમ રૂપાલા અને મુસ્‍લિમ અગ્રણી સતાર મૌલાના વચ્‍ચે મુલાકાતથી અનેક તર્કવિતર્ક

પોરબંદરમાં કેબિનેટ મંત્રી પરસોતમ રૂપાલા અને મુસ્‍લિમ અગ્રણી સતાર મૌલાના વચ્‍ચે મિટીંગ થતા ભારે ચર્ચા જાગી છે. પોરબંદરના GIDC ખાતે ફેક્‍ટરીની લાયબ્રેરીમાં મુલાકાત કરી હતી. સતાર મૌલાનાએ અનેક પુસ્‍તકો લખ્‍યા છે. સતાર મૌલાના અને પરસોતમ રૂપાલાની આજની આ મુલાકાત લઘુમતી મતો અંકે કરવા સૂચક મનાઈ છે. સરકારના મંત્રી પરસોતમભાઇ રૂપાલા સતાર મૌલાનાની મુલાકાતે પહોંચ્‍યા હતા આ મુલાકાત ચૂંટણી પૂર્વે ટોપ ઓફ ધ ટાઉન બની હશે. પરસોત્તમભાઇ સાથે પૂર્વ રાજ્‍યમંત્રી બાબુભાઇ બોખીરીયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા. (તસ્‍વીર - અહેવાલ : પરેશ પારેખ, પોરબંદર)

(11:26 am IST)