Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

આટકોટમાં ખેતરમાં ટીટોડીએ ચાર ઇંડા મુકયાઃ સારા વરસાદની આગાહી

આટકોટ :  બુઢણપરી નદી પાસે આવેલ કલા આતા ની વાઙી માં ટીટોડી એ ખેતરમાં ચાર ઈંડા મુકયા છે.  ચોમાસા અગાઉની પ્રથા આજે પણ જીવંત છે જેમાં ટીટોડી નામનું પક્ષી ચાર કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે  તેવું લોકોનું માનવું છે. ટીટોડી જે વિસ્‍તારમાં જેટલા ઈંડા મૂકે તે કેટલા મહિના સુધી વરસાદ પડવાનો અંદાજ છે એવું પણ માનવામાં આવે છે ટીટોડી ઊંચાઈ પર અથવા ખેતરના શિખર ઉપર ઈંડા મૂકે તો વધુ વરસાદની સંભાવના હોય છે ગ્રામીણ વિસ્‍તારના લોકો હજુ પણ પ્રાણીઓ ના આધારે હવામાન અંદાજ કાઢે છે ત્રણ ઉભા એક જમીન પર ચાર ઇઙા મુકયા છે તેમ એક વરસાદ ની ખેચ પઙે તેવું જાણકારો નું કહેવું છે (તસ્‍વીરોઃ કરસન બામટા આટકોટ)

(11:41 am IST)