Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ચોટીલાના રેશમિયા ગામમાં શ્વાન અને બીલાડીની દોસ્‍તી લોકોમાં કુતુહલ

કાઠી દરબાર પરિવારના ઘેર ડોગ મકુ અને બીલાડી ટોમ વચ્‍ચે જાણે ગયા જન્‍મની લેણદેણ

  રેશમિયા ગામના કાઠી દરબાર પરિવારના ઘરે શ્વાન અને બીલાડી વચ્‍ચે લાગણીનો સેતુ જોવા મળે છે.

ચોટીલા તા.૧૦ : અત્‍યારે હળાહળ કળીયુગ માં મનુષ્‍ય  ઇન્‍સાનિયત ભુલી રાક્ષસ બન્‍યો છે અને નાની બાબત માં પણ માનવી એકબીજા ના લોહી નો તરસ્‍યો બની જાય છે ત્‍યારે જેમના લોહી માં જ એકબીજા પ્રત્‍યે કટ્ટર શત્રુતા છે તેવા શ્વાન અને બીલાડી વચ્‍ચે ની અદભુત દોસ્‍તી ચોટીલા તાલુકાના મેલડી માતાના સ્‍થાનક તરીકે પંચાળ ભૂમિ માં -ખ્‍યાત રેશમિયા ગામના કાઠી દરબાર શીવરાજભાઇ જેબલીયા ના ઘરે જોવાં મળી રહી છે.

  રેશમિયા ગામ ને પોતાના તબલા વાદન થી સૌરાષ્‍ટ્ર માં ગુંજતું કરનાર જાણીતા વાદક સ્‍વ. મનુભાઇ જેબલિયા ના પુત્ર ના ઘરે મકુ નામનો શ્વાન અને ટોમ નામની બીલાડી વચ્‍ચે ની દોસ્‍તી જોઇ આ દ્રષ્‍ય જોનાર વ્‍યક્‍તિ અચંબા ની લાગણી અનુભવે છે.

 શીવરાજભાઇના પુત્ર કળષ્‍ણરાજ કુમાર  બચપણ થી જ અબોલ જાનવરો સાથે લાગણીના સેતુ થી જોડાયેલા છે. તેઓ એ એક શ્વાન અને બીલાડી ને પાળ્‍યાં હતાં. ત્‍યારે આ શ્વાન અને બીલાડી વચ્‍ચે ગયા જન્‍મ ની અધુરી લેણદેણ હોય તેમ એવી મિત્રતા નો સેતુ રચાઇ ગયો કે બન્ને સાથે જ દુધ પીવે છે શ્વાન ને દુધ આપો અને બીલાડી નેના આપો તો શ્વાન દુધ પીતો નથી.

 આખો દિવસ આ અબોલ જાનવરો ધીંગા મસ્‍તી કરતા હોય ત્‍યારે આ દ્રષ્‍ય જોનાર પણ આヘર્ય વ્‍યક્‍ત કરે છે. અત્‍યારના હળાહળ કળીયુગમાં આ શ્વાન અને બીલાડી વચ્‍ચેની અજબ દોસ્‍તી મનુષ્‍ય ને ભાઇચારો અને એકતા નો અજબ સંદેશ પાઠવી રહી છે. 

(11:42 am IST)