Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોરબીમાં મહારાણા પ્રતાપ જન્‍મજયંતી નિમિતે પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી

મોરબીઃ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષકોની ટીમ દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરીને વધાવવામાં આવ્‍યા હતા હિંદુ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહીને મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને મહારાણા પ્રતાપની વિરતા અને બલિદાનને યાદ કર્યા હતા. મહારાણા પ્રતાપની જન્‍મજયંતી નિમિતે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી જે પ્રસંગે મોરબી શહેર યુવા ભાજપના પ્રભારી તરુણભાઈ અઘારા, મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અરૂણભાઇ રામાવત,મિતુલભાઈ ધ્રાંગા,ᅠ અજયભાઈ કોટક, શહેર યુવા મોરચાના મંત્રી શક્‍તિસિંહ જાડેજા, ધવલભાઈ ત્રિવેદી તેમજᅠ સિધ્‍ધરાજસિંહ ઝાલા, ITSM ઇન્‍ચાર્જ શિવરાજસિંહ જાડેજા સહીત યુવા મોરચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

(12:58 pm IST)