Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જુનાગઢમાં વિરાટ વ્‍યસનમુકિત અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનો પ્રારંભ

જુનાગઢ : બીએપીએસ અક્ષર મંદિર ખાતે યોજાયેલી સભામાં વિશ્વ વંદનીય સંત વિભૂતિ પ્રમુખસ્‍વામી મહારાજના જન્‍મ શતાબ્‍દી વર્ષ નિમિત્તે બીએપીએસ સંસ્‍થાના બાળ બાલિકા પ્રવળત્તિ મધ્‍યસ્‍થ કાર્યાલય દ્વારા સમાજ  નિરવ્‍યસન  થાય, તથા જાગળત થાય તે માટે તથા ઘરે-ઘરે પ્રમુખ સ્‍વામી મહારાજનો સદાચારના સંદેશ પહોંચે તે માટે બાળકો દ્વારા સુંદર વિરાટ વ્‍યસન મુક્‍તિ અભિયાન અને પ્રકળતિ સંવર્ધન અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ અભિયાનનો પ્રારંભ  શ્રીજી પ્રકાશ સ્‍વામી તેમજ કળષિ યુનિવર્સિટી ના વાઇસ ચાન્‍સેલર ગોટીયા સીટી ચીફ એન્‍જિનિયર શ્રી ગૌસ્‍વામી હસ્‍તે  કરાયો હતો. આ વિરાટ વ્‍યસન મુક્‍તિ અભિયાન નિમિત્તે બીએપીએસના કુલ બાવન બાળ બાલિકા વળંદ, શહેરમાં જન સંપર્ક કરશે .જેમાં બાળકો શહેરના ૨૬૦૦૦ વ્‍યક્‍તિઓનો વ્‍યસન મુક્‍તિ  અભિયાન નિમિત્તે સંપર્ક કરશે તથા બાલિકાઓ કુલ ૧૭,૫૦૦ વ્‍યક્‍તિઓનો પ્રકળતિવર્ધન અભિયાન નિમિત્તે સંપર્ક કરીને પ્રમુખસ્‍વામી મહારાજને શતાબ્‍દી મહોત્‍સવ ઉપક્રમે તેમના ચરણોમાં અંજલી આપશે. આ પ્રસંગે મંચ પર આ અભિયાનના  પ્રારંભ નિમિત્તે  બાળકોએ બીએપીએસના ધ્‍વજ ફરકાવતા રેલી કાઢી હતી તથા મહેમાનો ને આ અભિયાનથી અવગત કરાવવામાં આવેલ હતા.  જૂનાગઢ શહેરમાં બી.એ.પી.એસ.ના બાળ બાલિકાઓ દ્વારા તારીખ ૩૧ મે , વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે  એક ભવ્‍ય વ્‍યસન મુક્‍તિ રેલી નું આયોજન પણ કરવામાં આવેલ છે. આ અભિયાન બીએપીએસ દ્વારા સમગ્ર ભારતભરના અલગ-અલગ શહેરો અને પ્રાંતમાં ઉજવાનાર છે.

(12:59 pm IST)