Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજુલા સ્‍વામીનારાયણ મંદિરે ગુરૂવંદના સ્‍મૃતિ મહોત્‍સવ : ભાગવત સપ્તાહનો પ્રારંભ

રાજુલા,તા.૧૦ :  સ્‍વામિનારાણ મંદિરમાં ગુરૂ વંદના સ્‍મળતિ મહોત્‍સવ અંતર્ગત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે.

ભક્‍તિનગર સ્‍થિત સ્‍વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્‍વામી શ્રી હરીનંદન દાસ તથા રાજુલા સત્‍સંગ સમાજ ,પાર્ષદ સારથી ભગત, તથા બચુ ભગત તથા રાજદીપ ભગત દ્વારા પૂજ્‍ય ગુરુ વંદના સ્‍મળતિ મહોત્‍સવ અંતર્ગત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ તથા રાજુલા સ્‍વામિનારાયણ મંદિર ના દેવોનો ૨૬ મો પાટોત્‍સવ તેમજ શ્રી વિઘ્‍ન વિનાયક દેવ અને શ્રી કષ્ટભંજન દેવની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા ,અન્નકૂટ દર્શન વિગેરે સાથે ધામધૂમથી ઉજવણી શરૂ કરવામાં આવેલ છે. સવંત ૨૦૭૮ વૈશાખ સુદ ૩ (અક્ષય તળતીયા) ને મંગળવાર થી  ઉત્‍સવ શરૂ થયેલ છે  સુધી આ મોસવ માં શ્રીમદ ભાગવત કથાના રસપાન સાથે ઉત્‍સવની ઉજવણી શરૂ છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞ મા શાષાી સ્‍વામી શ્રી નીરલેપ સ્‍વરૂપદાસજી વ્‍યાસાસને બિરાજી પોતાની સુમધુર શૈલીમાં સંગીતના સથવારે  અમળત સરિતા વહેવડાવી કથામળતનું રસપાન કરાવી રહેલ છે.

કથાના ચોથા દિવસે કળષ્‍ણ જન્‍મોત્‍સવની, નંદ મહોત્‍સવની  ઊજવણી કરવામાં આવેલ છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન ગઢપુરધામથી તથા વડતાલ ધામ થી તેમજ જુનાગઢ, ધોલેરા, અમદાવાદ, કચ્‍છ ભુજ, મુળી ધામ વિગેરે ધામોમાંથી સંતોના શિષ્‍ય પરંપરાના મંડળોમાંથી દર્શનીય દાસ સંતો પધારેલ છે. આવનારા તમામ સંતો નું દિવ્‍ય સ્‍વાગત કોઠારી સ્‍વામી હરીનંદન દાસ દ્વારા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત કથા દરમિયાન રાજકીય-સામાજિક આગેવાનોમા ધારાસભ્‍યશ્રી અમરીશભાઈ ડેર,માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન છગનભાઈ ધડુક અને સંઘ ના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, ભાજપના પુર્વ નગરપાલિકા ના પ્રમુખ  સંજયભાઈ ધખડા, મહેન્‍દ્રભાઈ ધાખડા વનરાજ વરૂ વીરભદ્ર ડાભીયા, વિગેરે પણ મોટી સંખ્‍યામાં કથા શ્રવણનો લાભ લઈને આશીર્વાદ લીધેલ હતા મહોત્‍સવ દરમ્‍યાન લાઈવ શેરડીના રસનું આયોજન યજમાન શ્રીઓ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ મહાપ્રસાદનું આયોજન વિવિધ દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવેલ છે. અને લોકો પણ મોટી સંખ્‍યામાં કથા પારાયણ નું તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈને ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ સમગ્ર ભાગવત કથા પારાયણ માં ખુબ જ સુંદર વ્‍યવસ્‍થા સત્‍સંગ મંડળો,મહિલા સત્‍સંગ મંડળો તેમજ સત્‍સંગીઓ દ્વારા તેમજ કોઠારી સ્‍વામી હરીનંદનદાસનીતેમજ રાજુલા સત્‍સંગ સમાજ, પાર્ષદ સારથી ભગત, તથા બચુ ભગત તથા રાજદીપ ભગત દ્વારા કરવામાં આવેલ છે.અને લોકો પણ ખૂબજ મોટી સંખ્‍યામાં લાભ લઈ રહ્યા છે.

(1:00 pm IST)