Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ટંકારામાં ગ્રામ્‍ય તથા તાલુકો લેવલે કામ કરતા ૪૦૦ થી વધુ વીસીઇની ફિકસ વેતનની માગ સાથે હડતાલની ચીમકી

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા, તા.૧૦: મોરબી જિલ્લા કોમ્‍પ્‍યુટર ઓપરેટરોએ ફિક્‍સ વેતનની માગ સાથે હડતાળની ચિમકી આપેલ છે. ઓપરેટરોએᅠ વીસીઈને પણ કમિશનની નીતિને બદલે ફીક્‍સ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે .

રાજયની ગ્રામપંચાયતોમાં જુદી જુદી સરકારી યોજનાઓનાં અમલીકરણમાં મહત્‍વની ભૂમિકા ભજવતા વિલેજ કોમ્‍પ્‍યુટર સાહસિક ( વીસીઈ ) વગર પગારે માત્ર કમિશન બેઈઝ પર છેલ્લા ૧૬ વર્ષથી કામગીરી કરી રહયા છે અને સરકારમાં પડતર માગણીઓ અંગે અનેક વાર સરકારે ખાતરી આપ્‍યા બાદ પણ ઉકેલાતી ન હોય રાજય વ્‍યાપી આંદોલનનું એલાન કરવામાં આવ્‍યુ છે. મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોમાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકોની સુવિધા માટે કમ્‍પ્‍યુટર ઓપરેટરનું ગ્રામપંચાયતોમાં ૭-૧૨ના ઉતારા, આવકના દાખલા, ખેડૂતલક્ષી કામો સહિતની સરકારી યોજનાઓની કામગીરી માટે નાગરિકો આવતા હોય છે . આ વિવિધ યોજના સંદર્ભે નાગિરકો માટે કમ્‍પ્‍યુટર ઓપરેટરનું કામકરતા વીસીઈને કમિશન મુજબ વેતન મળે છે. જેમાં નકલદીઠ ૫ રૂા.ની સામે રૂા.૧ નું કમિશન મળે છે. જે તે સમયે ગ્રામપંચાયતોના મોરબી જિલ્લાના ૩૪૯ થી વધુ વીસીઇ ૧૧ મી મેથી રાજયવ્‍યાપી કામકરતા કર્મચારીઓᅠ (સ્‍ઘ્‍ચ્‍ ) દ્વારા ફીક્‍સ વેતનની માંગ સાથે આગામી તા. ૧૧ મી મેના રોજથી અચોક્કસ મુદ્દતની સરકાર દ્વારા બાંહેધરી પણ હડતાળમાં જોડાશેᅠ . પરંતુ હજીયેᅠ માંગણી ન સંતોષાતા રાજયભરના વીસીઈ મંડળ દ્વારા ૧૧ મી મેથી હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે. હાલમાં ગ્રામ્‍ય કક્ષાએ કામ કરતા કોમ્‍પ્‍યુટર ઓપરેટરોને કમિશન મુજબ વેતન મળે છે. ત્‍યારે તાલુકા તથા જિલ્લા લેવલે કમિશન ચૂકવવામાં આવતા નથી.ᅠ ૧૬ વર્ષથી લટકતાં પ્રશ્ન ; અચોક્કસ મુદતની હડતાળની હડતાળથી ગ્રામ્‍ય સ્‍તરે સરકારી યોજનાઓની કામગીરી ખોરવાશે ચીમકી આપવામાં આવી છે જેમાં જિલ્લામાં વિવિધ ગ્રામ્‍ય તથા તાલુકા લેવલે કામકરતા ૪૦૦ થી વધુ વીસીઈ પણ જોડાનાર છે .

 ટંકારા તાલુકાᅠ વીસીઈ મંડળ દ્વારા રાજયપાલશ્રી ને તાલુકા વિકાસ અધિકારી મારફત આવેદનપત્ર આપી પોતાના પ્રશ્નોની રજૂઆત કરેલ છે.

(1:02 pm IST)