Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ટંકારા માર્કેટમાં કેસર કેરીની એન્‍ટ્રી : ૧૦ કિલોના ૧૨૦૦ થી ૧૯૦૦ રૂપિયા

વધુ ભાવ હોવાથી સામાન્‍ય લોકોને કેરી ખરીદવી અઘરી

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા,તા.૧૦ : ફળોનો રાજા જેને નિહાળી મોંમા પાણી વછુટી ઉઠે એવી ગિરની કેસર કેરીની મોડે-મોડે પણ ટંકારા માર્કેટમાં ધમાકેદાર એન્‍ટ્રી થઈ છે. જો કે કેરીના ભાવ સાંભળીને જ ચક્કર આવી જાય એટલા વધારે છે. બજારમાં કેસર કેરીનું એક બોક્‍સ ૧૨૦૦થી ૧૯૦૦ના ભાવે વેચાઈ રહ્યું છે. જેના કારણે સામાન્‍ય જનતા માટે તે ખરીદવી થોડી અઘરી થઈ રહી છે. પરંતુ આગામી સમયમાં તેમા થોડો ઘટાડો થશે. ટંકારા વાળા કેરીના વેપારી હવે નાના ગામડાથી લઈ મોટા શહેરોમાં દેખાશે.

ફળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્‍ટ્રી થઈ છે. જેનો ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત -પ્રારંભ પણ થઈ ગયો છે. જેમા ૧૦ કિલો બોક્‍સના ભાવ સરેરાશ ૮૦૦ થી ૧૫૦૦ રૂપિયા રહા છે. તેની સામે બજારમાં આ બોક્‍સ ૧૨૦૦ થી ૧૯૦૦ સુધી વેચાણ થઈ રહુ છે. નાનેરાથી વયોવળદ્ધ સુધીના ને ડાઢે વળગે એવી રસથી ભરપુર કેસર કેરી ઓણુકા મોડી છે ટંકારા બજારમાં કેરીના વેપારી અને છુટક વેચનાર વ્‍યાપક પ્રમાણમાં છે. વાહનો અને મોરબી જેવા શહેરમાં પણ દુકાનો ભાડે રાખી ટંકારા વાળા વેપાર કરતા હોય છે. જે સિઝન શરુ થઈ જતા હવે નાના ગામડાથી લઈ મહાનગરોમાં વેપાર કરશે.

(1:04 pm IST)