Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વડીયા પંથકમાં હત્‍યાના પ્રયાસના ગુન્‍હામાં ફરાર દિલુ વાળાની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૦ :.. ભાવનગર રેન્‍જ આઇ. જી. શ્રી અશોક કુમાર અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહની સુચના અન્‍વયે અમરેલી એલ. સી. બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી આર. કે. કરમટા તથા પો. સ. ઇ. પી. એન. મોરી નાઓની રાહબરી હેઠળ એલ. સી. બી. ટીમ વડીયા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ખુનની કોશિષના ગુનાને અંજામ આપીને નાસી જનાર અને નાસતો ફરતો લીસ્‍ટેડ હિસ્‍ટ્રીશીટર આરોપી બરવાળા બાવળ ગામે પોતાના ઘરે હાજર છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય, મળેલ બાતમી આધારે બરવાળા બાવળા ગામે વહેલી સવારે રેઇડ કરીને નાસતા ફરતા આરોપીને પકડી પાડી. તેમની સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ વડીયા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે. પોલીસે દિલુભાઇ સુરીંગભાઇ ઉર્ફે સુરગભાઇ વાળા ઉ.પ૦ રહે. બરવાળા બાવળ, તા. વડીયા, જિ. અમરેલીની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ અધિક્ષક હિમરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી. બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર. કે. કરમટા, પો. સ. ઇ. પી. એન. મોરી તથા એલ. સી. બી. ટીમ દ્વારા  કરવામાં આવેલ છે.

(1:05 pm IST)