Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જેતપુરઃપત્‍ની પિયરે જતા એ સાસરીયે જઇ બઘડાટી બોલાવી પતિ જગદીશ વાઘેલાની કારમાંથી પોલીસને દારૂની બોટલ મળી

નશામાં ધૂત શખ્‍સ પોલીસ મથકના ગ્રાઉન્‍ડમાં પહોંચી ગયોઃ ધરપકડ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૦ :.. અત્રેના ધોરાજી રોડ નીલકંઠ પાર્ક વિસ્‍તારમાં રહેતી પરણીતા રેખાબેન તેની માસીની દિકરીને લઇ તેના માવતર દેસાઇ વાડી ખાતે ગયેલ હોય તે તેના પતિ જગદીશ ઉર્ફે જયો પરેશભાઇ વાઘેલાને સારૂ ન લાગતા ત્‍યાં ઘેર જઇ પત્‍ની-સાસુને બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી રેખાબેનને ધમકી આપેલ કે તું ઘેર આવી ત્‍યારે મારી નાખી ત્‍યાંથી જગો નાસી છૂટતા રેખા બેને શહેર પોલીસમાં ફરીયાદ કરવા જતા પોલીસે ત્‍યાં જઇ તપાસ કરતા સફેદ કલરની ફીઅસ્‍ટા કાર નં. જી-૩-ડીજી-૬૦૯ર વાળી જગદીશ વાઘેલાની હોય પરંતુ તે ત્‍યાં હાજર ન હોય અને કારની તલાસી લેતા તેમાંથી ઇગ્‍લીશ દારૂની ખુલેલી બોટલ મળી આવતા કારને કબ્‍જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્‍ય એક બનાવમાં એક શખ્‍સ દારૂ પીને શહેર પોલીસ સ્‍ટેશનના મેદાનમાં પહોંચી પોલીસે તે શખ્‍સ રમેશ ઉર્ફે કાનો રતનભાઇ સોલંકીને પકડી પાડી કાર્યવાહી કરેલ હતી.

(1:09 pm IST)