Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બાબરા - ગોંડલ તાલુકાને જોડતા રસ્‍તાના કામનું વિરજીભાઇ ઠુંમરના હસ્‍તે ખાતમુહૂર્ત

બાબરાઃ બાબરા લાઠી વિસ્‍તારના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર દ્વારા લાઠી વિધાનસભા વિસ્‍તાર અનેક રોડ રસ્‍તાઓ ધારાસભ્‍યની ગ્રાન્‍ટ સહિત અનેકવિધ યોજનાઓ તેમજ રાજય સરકારમાંથી મંજુર કરી કામ શરૂ કરાવતા વર્ષોથી બિસમાર માર્ગોમાં ચાલતા લોકોની મુશ્‍કેલીઓનો અંત આવ્‍યો છે. ત્‍યારે બાબરા તાલુકાના થોરખાણ થી સાથળી કે જે બાબરા અને ગોંડલ તાલુકાને જોડતો મહત્‍વ નો રસ્‍તો એક કરોડના ખર્ચેᅠ ધારાસભ્‍યᅠ વિરજીભાઇ ઠુંમરના હસ્‍તે ખાત મુહૂર્ત કરી શુભારંભ કરવામાં આવ્‍યો હતો. રાજય ધોરીમાર્ગ અને થોરખાણ થી સાણથલી ગોંડલ તાલુકાને જોડતો જિલ્લાકક્ષાનો એમડીઆર માર્ગ ૩.૭૫ મીટર પહોળાઈ સાથે ની કામગીરી નો શુભારંભ સાથે બાબરા અને લાઠી તાલુકાના મોટા ભાગના રસ્‍તાઓ ગામડાઓના પૂર્ણતાના આરે છે બાકી રહેતા રસ્‍તાઓ ૧૫ જૂન સુધી પૂર્ણ કરવામાં આવશે એવા વિશ્વાસ સાથે ધારાસભ્‍યશ્રી એ કરેલી રસ્‍તાઓ માટેની જાહેરાત કામગીરી સફળ થઇ રહી છેᅠ લોકોમાં ધારાસભ્‍ય પ્રત્‍યે ખૂબ જ આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસનતભાઇ ચોવટીયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા દિલીપભાઈ સનુંરા ગામ ના સરપંચ વિવેક સાકરીયા પૂર્વ સરપંચ ધીરુભાઈ સાકરીયા છગનભાઈ સાકરીયા વિઠ્ઠલભાઈ સાકરીયા ભીખુભાઈ અકબરી બાબુભાઈ ધડુક અશ્વિનભાઈ પાનસુરીયા પ્રકાશભાઈ સાકરીયા પોપટભાઈ સાકરીયા લોનકોટડા ભુપતભાઈ તળાવીયા તેમજ લોન કોટડા ગામના અગ્રણીઓ થોરખાણ ગામના અગ્રણીઓ સહિત આ કાર્યક્રમને બિરદાવવા માં હાજર રહી સફળતાના યસ ભાગી બન્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ મનોજ કનૈયાઃ બાબરા)

(1:10 pm IST)