Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સાવરકુંડલા-હાથસણી રોડનું નવીનીકરણ કરવા કોંગ્રેસ અગ્રણીની રજુઆત

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૦: સાવરકુંડલાથી હાથસણીનો સાત કી.મી.નો રોડ આવેલો છે જેમાં ર કી.મી. ડીવાઇડરવાળો અને આગળ પાંચ કી.મી. એમ સાત કી.મી.રોડ ઘણા સમયથી બીસ્‍માર હાલતમાં હોય છે.

આ રોડ વચ્‍ચે મોટા મોટા ભુવાઓ પડેલા હોય આ રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવવી પડતી હોય સાવરકુંડલાના વોર્ડ નં. પના કોંગી નગરસેવક અશોકભાઇ ખુમાણી માર્ગ-મકાન વિભાગ અમરેલી જીલ્લા પંચાયતને આ રોડનું નવીનીકરણ કરવા લેખીત રજુઆત કરેલ છે.

(1:12 pm IST)