Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જૂનાગઢ ખાતે જીઇબી એન્‍જીનીયર્સ એશોસીયેશન દ્વારા સ્‍વ. રઘુભાઇ સાવલીયાની પુણ્‍યતીથીએ યોજાયો મહા રક્‍તદાન કેમ્‍પ

૧૮૫ બોટલ રક્‍ત વિશ્વ થેલેસેમિયા દિનનાં ભાગ સ્‍વરૂપે થેલેસેમીયાગ્રસ્‍ત દર્દીઓ માટે જૂનાગઢ સીવીલ હોસ્‍પીટલ અને બ્‍લડબેંકને અર્પણ

 

 

 જૂનાગઢ તા. ૧૦ : જૂનાગઢ ખાતે વિશ્વ થેલસેમિયા દીવસે ગુજરાત રાજ્‍ય જીઇબી એન્‍જીનીયર્સ એશોસીયેશનમાં સફળતા અને કર્મચારી/અધિકારીઓનાં  પ્રતિપાત્ર બની રહેલા દીવંગત રઘુભાઇ સાવલીયાની  પ્રથમ પુણ્‍યતીથીને ગુજરાતભરમાંથી વિજવિભાગનાં વિવિધ મંડળો સાથે સંકળાયેલ એન્‍જીનીયર અને કર્મચારીઓએ રક્‍તદાન કરી સ્‍વ. રઘુભાઇ સાવલીયાને ભાવાંજલી અર્પણ કરી હતી.

  આ  પ્રસંગે રાજ્‍યનાં પીજીવીસીએલ વિજવિભાગનાં જોઈન્‍ટ મેનેજીંગ ડિરેકક્‍ટર અને સનદી સેવાનાં અધીકારી સુશ્રી િ પ્રતિ શર્માએ પોતે રક્‍તદાતા બની દિવંગત સાવલીયાને  પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથીએ શ્રધ્‍ધાસુમન અર્પણ કરી ઉપસ્‍થિત વિજવીભાગનાં અધિકારીઓ, કર્મચારીઓને સંબોધતા જણાવ્‍યુ હતુ કે ગુજરાતનાં વિજવીભાગનાં કર્મચારીઓ માનવિય સંવેદના સાથે લોકસેવામાં અગ્રેસર છે, જેના થકી પારસ્‍પરીક સામાજીક બંધનો થકી એકય અને સુમેળતાનું સંધાન થાય છે.

     આ તકે ચીફ એન્‍જિનિયર ગાંધી,   જાદવ, ભટ્ટ, જનરલ મેનેજર મલકાન, જીબીયા કોર કમીટીનાં સભ્‍યો, સીએમી.સી મેમ્‍બર્સ, એજીવીકેએસનાં બળદેવભાઇ પટેલ, દેશાણી,  ચેતનસિંહ,  હર્ષદભાઇએ રક્‍તદાન શિબીરની સફળતા બદલ આયોજક જુનાગઢ જેટકો અને પીજીવીસીએલનાં કર્મનિષ્ઠ અધિકારી/ કર્મચારીઓને બિરદાવી  શ્રી રઘુભાઇ સાવલીયાનાં પરીવારને શાતવના પાઠવી શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા.

     આ  પ્રસંગે ખોડલધામનાં કારોબારી સભ્‍ય અને જૂનાગઢનાં જાણીતા પેથોલોજીસ્‍ટ ડો. જી.કે. ગજેરા, અને સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટનાં મેનેજીંગ ડીરેક્‍ટર અને ચેરમેન જે.કે. ઠેશીયાએ  પ્રાસંગિક વક્‍તવ્‍યમાં થેલેસેમિયા દિને એક વિજવિભાગનાં કર્મનીષ્‍ઠ દિવંગત અધિકારીને રક્‍તદાન શિબિરનું આયોજન કરવા કાર્યક્રમનાં આયોજકોને બિરદાવી રઘુભાઇ સાવલીયાનાં ધર્મપત્‍ની અને પુત્ર અંકીતને સધિયારો આપ્‍યો હતો.જૂનાગઢ ખાતે સ્‍વ. રઘુભાઈ સાવલિયાની  પ્રથમ પુણ્‍યતિથિ નિમિત્તે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ નું આયોજન જીબીઆ પરિવાર જૂનાગઢ દ્વારા કર્યુ જેમાં ૫૦૦ થી વધુ લોકો  ઉપસ્‍થિત રહી કુલ ૧૮૫ લોકોએ રક્‍તદાન કરી વિશ્વ થેલેસેમિયાદિને રક્‍તની આવશ્‍યકતા ધરાવતા દર્દીઓને ઉપયોગી થવા યોજાયેલ મેગા રક્‍તદાન કેમ્‍પમાં પોતાની સહભાગીતા નોંધાવી હતી. જીઈબી એન્‍જિનિયર એસોસિયેશન. સેક્રેટરી જનરલ   બી એમ શાહે  રઘુભાઇની જીવન ઝરમર વર્ણવતા અને જીબીઆ દ્વારા થતા સમાજહિતનાં કાર્યોની વાત વર્ણવી હતી. કાર્યક્રમનાં અંતે જેટકોનાં નાયબ ઈજનેર   હરેશભાઇ વઘાસિયાએ  આભાર  પ્રવચનમાં સૌ અતિથી અને રક્‍તદાઓ તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ લોકોનો આભાર માન્‍યો.

 આ  પ્રસંગે જૂનાગઢ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં સભ્‍યોએ ઉપસ્‍થિત રહી રક્‍તદાન કરી સમાજનાં એક સંનીષ્ઠ અધિકારીની પુણ્‍યતીથી નિમિત્તે યોગદાન નોંધાવ્‍યુ હતુ. આ પ્રસંગને સફળ બનાવવા બાપા સિતારામ ગ્રુપનાં સભ્‍યો, કૈલાસ પાર્ટી પ્‍લોટનાં મગનભાઇ અને કાર્યકર્તાઓ, જેટકો તેમજ જૂનાગઢનાં અધિકારી કર્મચારીઓએ તેમજ પીજીવીસીએલનાં ઈજનેર પાઘડાળ, ગાજીપરા સહિત અધિકારી અને કર્મચારીઓએ તથા સિવિલ હોસ્‍પિટલ, જૂનાગઢ અને અન્‍ય સંસ્‍થાઓ  જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે ઉચ્‍ચ અધિકારીઓ અને ક્‍મચારીઓ અને નિવળત્ત અધિકારીઓ, હિતેચ્‍છુઓ હાજર રહ્યા હતા.

(1:12 pm IST)