Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમરાપુર ગીરમાં ગૌશાળાના ખૂંટિયાને કુહાડીના ઘા

માળિયા હાટીના તાલુકાના અમરાપુર ગીર ગામની ગૌ શાળામાં આંબાના બાગનો ઈજારો રાખનાર દેવી પૂજક વિષ્‍ણુ દેવીપૂજક અને બીજો અજાણ્‍યો શખ્‍સે ખૂંટિયાના પગમાં અને વાહામાં કુહાડોના ગંભીર ઘા મારીને ખૂંટિયાને પુલની નીચે નાખી દેતા લોકોમાં અરેરાટી મચી ગઇ છે.  સરપંચ ભલું ભાઈ સોલંકી, અશોકભાઈ કાનાબાર, નિલેશભાઈ કળથીયા, હરેશભાઈ કોડવલા સહિતના યુવાનો એ આ દેવીપૂજક સામે માળિયા પોલીસ માં ફરિયાદ કરી છે. પી એસ આઈ મંઘરા એ તપાસ ચાલુ કરી છે.

(1:12 pm IST)