Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગિરનાર જંગલમાં ૩પમુ પ્‍લાસ્‍ટિક મુકિત અભિયાન

જુનાગઢ : મિશન નેચર ફર્સ્‍ટ દ્વારા છેલ્લા છ મહિનાથી દર રવિવારે નેચર ફર્સ્‍ટના માધ્‍યમથી પ્રકળતિ નું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ અલગ વિસ્‍તારોમાં દર રવિવારે પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અભિયાન ચલાવવામાં આવે છે. જેના અનુસંધાને નેચર ફર્સ્‍ટની ટીમ દ્વારા ગિરનાર સીડીની આસપાસના જંગલ વિસ્‍તારમાં ૩૫મું પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અભિયાન યોજવામાં આવ્‍યું હતું, દરમિયાન આશરે ૮૫ કિલો જેટલા પ્‍લાસ્‍ટિકના જથ્‍થાનો નાશ કરાયો હતો. અને છેલ્લા છ મહિના દરમિયાન હજારો કીલો પ્‍લાસ્‍ટિકનો નાશ કરવામાં આવ્‍યો છે. આ તકે નેચર ફર્સ્‍ટના ભરતભાઈ બોરીચાએ જણાવ્‍યું હતું કે આજના સાંપ્રત સમયની વૈશ્વિક સમસ્‍યામાં સૌથી ચિંતાજનક એક એવી ગ્‍લોબલ ર્વોમિંગની સમસ્‍યા છે. ગ્‍લોબલ ર્વોમિંગના કારણે પળથ્‍વીના વાતાવરણને ગરમ કરનાર ઉષ્‍ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો છે, અને તેના કારણે પળથ્‍વીના વાતાવરણ તથા સમગ્ર જીવનસળષ્ટિ પર તેની વિઘાતક અસરો વર્તાઈ રહી છે. એક જાગળત વિશ્વનાગરીક તરીકે આપણે ગ્‍લોબલ ર્વોમિંગની વિઘાતક અસરો જાણવી પડશે, અને આ વિઘાતક અસરો દૂર કરવા વિશ્વસ્‍તરે સરકારો મોટા પગલાં ભરે તેના કરતા આપણે વ્‍યક્‍તિગત ધોરણે વધુ અસરકારક પગલાં ભરવા પડશે. જેમાં વળક્ષો વાવવા તથા વવડાવવા અને તેના ઉછેર કરવાની ઝુંબેશ હાથ ધરવી, વળક્ષ છેદનની પ્રવળત્તિને અટકાવીને પ્રકળતિનું સંતુલન જાળવવાના અભિયાન ચલાવવા, પ્‍લાસ્‍ટિક મુક્‍તિ અભિયાન ચલાવવા સહિતની પ્રવળતિઓ આજે વિશ્વના દરેક નાગરિકે પોતાની ફરજ નિભાવવી જોઈએ.

(1:13 pm IST)