Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મોરબીની સગીરા ઉપરના દુષ્‍કર્મ પ્રકરણમાં મિત સિરોયા અને આર્યન સોલંકી રીમાન્‍ડ પર

પકડાયેલ આરોપીઓએ ફેક આઇડી બનાવી સગીરાને ફસાવી બ્‍લેકમેઇલ કરી ૧પ હજારથી વધુ રકમ પડાવી'તી : અન્‍ય એકની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૦ : મોરબી શહેરના પોશ વિસ્‍તારમાં રહેતી સંપન્ન પરિવારની સગીરાને સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી ફસાવી ત્રણ ઇસમોએ દુષ્‍કર્મ આચરી બ્‍લેકમેલ કરીને રૂપિયા પડાવ્‍યાના કેસમાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટ બંને આરોપીના તા. ૧૩ સુધીના રિમાન્‍ડ મંજુર કર્યા છે.

આ ચકચારી બનાવમાં શહેરના સંપન્ન પરિવારની સગીરાને ઇન્‍સટાગ્રામમાં ફેક આઈડી બનાવી ફસાવી હતી અને સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યું હતું તેમજ સગીરાના ફોટો-વિડીયો બનાવી મિત્રો સાથે મિત્રતા રાખવા મજબુર કરી હતી અને મિત્રોએ પણ સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યું હતું જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે દુષ્‍કર્મ અને આઈટી એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી મિત ચંદુભાઈ સિરોયા (ઉ.વ.૨૨) અને આર્યન શબ્‍બીર સોલંકી (ઉ.વ.૨૧) એમ બે આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૧૩ સુધીના પોલીસ રિમાન્‍ડ મંજુર કર્યા છે ઝડપાયેલ આરોપીએ ફેક આઈડી બનાવ્‍યા હોવાનું તેમજ સગીરા પાસેથી ૧૫ હજારથી વધુની રકમ પડાવી હોવાનું ખુલ્‍યું છે તો દુષ્‍કર્મ કેસમાં હજુ એક આરોપી ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસ હવાતિયા મારી રહી છે.

(1:17 pm IST)