Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પોરબંદરઃ જન્‍મના ખોટા દાખલાના કેસમાં ડીવાયએસપી સામે તપાસ કરવા કોર્ટનો હુકમ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ : જન્‍મના ખોટા દાખલના કેસમાં ડી.વાય.એસ.પી. સામે તપાસ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

એસ.આર.પી.ના ડી.વાય. એસ. પી. અરભમભાઇ રાણાભાઇ ગોડાણીયા દ્વારા તેમજ તેમના પત્‍નિ આશાબેન અરભમભાઇ ગોઢાણીયા દ્વારા પોતાની પુત્રી ‘પુનમ'નો ખોટો પાસપોર્ટ કઢાવવા માટે -બે -બે જન્‍મના દાખલાઓ કઢાવેલા હોય અને બે-બે પાસપોર્ટ કઢાવેલા હોય તે સંબંધે તેના વેવાઇ કાનાભાઇ માડણભાઇ ઓડેદરા દ્વારા- બે-બે વખત તમામ આધાર પુરાવાઓ સાથે ડી.એસ. પી.ઉપરાંત રાજયના મુખ્‍યમંત્રી તેમજ ગૃહમંત્રી સહીતનાને વિગતવાર ફરીયાદ અરજી કરેલી હોવા છતા અને ત્‍યારબાદ કોઇ કાર્યવાહી ન થતા બીજી વખત આધાર પુરાવાઓ સાથે વિગતવાર ફરીયાદ કરતા અને ત્‍યારબાદ ફરીયાદ દાખલ કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ રીટ પીટીશન કરતા અને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રોપર્ટી મેળવવા માટે અરજ અહેવાલ કરવાનો હુકમ કરતા અને તેના આધારે ફરીયાદી કાનાભાઇ માડણભાઇ ઓડેદરા દ્વારા કોર્ટમા઼ તમામ આધાર પુરાવાઓ સાથે તેમજ બન્ને પાસપોર્ટની નકલો સાથે ગિતવાર ફરીયાદ દાખલ કરતા અને ‘પુનમ'નો જન્‍મ ખરેખર તા.૬/૭/૧૯૯પ ના રોજ ગાંધીનગર મુકામે થયેલો હોય અને ત્‍યાર ધોરણસરની નોંધ પણ કરવામાં આવેલી હોય પરંતુ તેના લગ્ન ફરીયાદીના પુત્ર ‘ભુપત' સાથે થતા અને બ્રીટીશ કાનુન મુજબ છોકરા છોકરી બંનેની ઉમંર ર૧ વર્ષ હોવી ફરજીયાત હોય અને તેથી સાથે હકિકત છુપાવી બંને સામાવાળાઓએ પોતાની દિકરીની ખોટી વિગત જણાવી અમદાવાદ-બોપલમાંથી બીજુ ખોટુ જન્‍મનું પ્રમાણપત્ર કઢાવેલુ હોય અને તેમા જન્‍મ તા.૬/૭/૧૯૯૩ ની કરી નાખેલી હોય અને તે દાખલા પણ ફરીયાદ સાથે રજુ કરેલા હોય એટલું જ નહી સામાવાળાએ પોતાના નામમાં પણ થોડો થોડો ફેરફાર કરી નાખેલો હોય.

 ખરેખર માતાનું નામ આશાબેન હોય જયારે અમદાવાદ દાખલામાં ‘હંસાબેન' કરી નાખેલું હોય જયારે પિતાના નામમાં ખરેખર નામ ‘અરભમ રાણા' હોય જે જવા દાખલામાં ‘અરભમ રાજા' કરી નાખેલ હોય અને તે રીતે સ્‍પષ્‍ટ રીતે ખોટુ રેકર્ડ ઉભુ કરેલ હોવાનું પુરવાર થતા અને તે સબંધે પોલીસમાં ફરીયાદ કરવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા અંતે નામદાર કોર્ટના શરણે આવી ફરીયાદ દાખલ કરતા નામદાર કોર્ટ દ્વારા ફરીયાદની ગંભીરતા ધ્‍યાને લઇ તેમજ રેકર્ડ ઉપરના ડોકયુમેન્‍ટ ધ્‍યાને લઇ પ્રાથમીક તબકકે ગુન્‍હો બનતો હોવાનું જણાતા કમલાબાગ પોલીસ સ્‍ટેશનને વિગતવાર હુકમ કરી તમામ ડોકયુમેન્‍ટરી આધારો કબજે કરી તે સબંધેના નિવેદનો લઇ તેમજ જન્‍મના પ્રમાણપત્રો કઢાવવા માટે થઇને રજુ કરેલા ડોકયુમેન્‍ટો કબજે કરી તેમજ પાસપોર્ટ સબંધેના ડોકયુમેન્‍ટો કબજે કરી તેમજ માતા-પિતાના નામમાં પણ જેફેરફાર થયેલા હોય તે સબંધે પણ યોગ્‍ય તપાસ કરવા અને તે રીતે જરૂરી તમામ પુરાવાઓ સબંધે યોગ્‍ય ખરાઇ કરી જરૂર પડે એફ.એસ.એલ.ના રીપોર્ટ મેળવી ફરીયાદીએ જે જે આક્ષેપો કરેલ છે તે સબંધે યોગ્‍ય તપાસ કરી ૩૦ દિવસમાં નામદાર કોર્ટમાં રીપોર્ટ કરવાનો હુકમ કરેલ છે.

આ વિગતે પોલીસ દ્વારા યોગ્‍ય તપાસ ન કરતા નામદાર કોર્ટ દ્વારા તેની ગંભીર નોંધ લઇ કમલાબાગ પોલીસ સ્‍ટેશનને ૩૦ દિવસમાં તમામ બાબતો અન્‍વયે તપાસ કરી રીપોર્ટ કરવાનો હુકમ કરતા અંતે ફરીયાદીને ન્‍યાય મળેલ છ.ે આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ ભરતભાઇ બી. લાખાણી તથા અનિલ ડી.સુરાણી રોકાયેલા હતા.

(1:20 pm IST)