Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

બાબરામાં દ્વારકેશ પ્રીમીયર લીંગના ફાઇનલમાં મેચ

ટાઇ બાદ સુપર ઓવરમાં એપાર્ટમેન્‍ટ-૧૧ ચેમ્‍પીયન

(દિપક કનૈયા બાબરા દ્વારા): બાબરા, તા. ૧૦ : દ્વારકેશ સોસાયટીમાં જય દ્વારકેશ ગ્રૂપ દ્વારા દ્વારાકેશ પ્રીમીયર લીગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સોસાયટીની ચાર ટીમો વચ્‍ચે મેચ ગોઠવવામાં આવ્‍યા હતા. બે સ્‍ટેજમાં રમાયેલ બધા જ મેચ રોમાંચક અને આનંદથી ભરપૂર હતા. સોસાયટીના રહીશોએ મેચ દરમિયાન હાજર રહીને ખેલાડીઓનો ઉત્‍સાહ વધારેલ હતો.

ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં  બ્‍લ્‍યુ - ૧૧ અને એપાર્ટમેન્‍ટ - ૧૧ વચ્‍ચે ફાઇનલ મેચ રમાયો. આ મેચમાં એપાર્ટમેન્‍ટ - ૧૧ એ ૧૪ ઓવરમાં ૧૪૮ નો જંગી સ્‍કોર બનાવેલ હતો જેના જવાબમાં બ્‍લ્‍યુ - ૧૧ પણ ૧૪ ઓવરમાં ૧૪૮ નો સ્‍કોર કરતાં મેચ ટાઈ થયેલ હતી. નિર્ણય માટે સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં બ્‍લ્‍યુ - ૧૧  એ ૧૮ રન કર્યા જેના જવાબમાં એપાર્ટમેન્‍ટ - ૧૧ એ ૧૯ રન કરી વિજય મેળવેલ હતો.

મેચમાં ઈનામ વિતરણ કાર્યક્રમમાં નગર પાલિકા પ્રમુખ લલિતભાઈ આંબલીયા, નગરપાલિકા ઉપ - પ્રમુખ વસંત ભાઈ તેરૈયા, નગર સેવક  નીતિનભાઇ દસલાણીયા, અને અશ્વિનભાઈ મકવાણા હાજર રહ્યા હતા. તેઓના હસ્‍તે ખેલાડીઓને ટ્રોફીઑ આપવામાં આવેલ હતી.  સમગ્ર ટુર્નામેન્‍ટમાં મેન ઓફ ધી સિરીઝ અને બેસ્‍ટ બેટ્‍સમેનની ટ્રોફી જયેશભાઈ વ્‍યાસને આપવામાં આવેલ હતી. બેસ્‍ટ બોલર તરીકે મહેશભાઈને તેમજ બેસ્‍ટ ફિલ્‍ડર તરીકે  જયેશભાઈ લેફટીને જાહેર કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમનુ સંચાલન જયેશભાઈ ભટ્ટીએ કરેલ હતું સંજયભાઇ ભટ્ટી, વિરાજભાઈ મંડીર, નારણભાઈ ધોળકીયા, શ્રી પોલ , અરવિંદભાઇ ધોળકીયા, કનુભાઈ જોશી, ભરતગિરિ ગોસ્‍વામી, શ્રી રવિ  પ્રકાશભાઈ ધોળકીયા, ભોલુંભાઈ તેરૈયા વેગેરેએ સમગ્ર ટુર્નામેન્‍ટને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી.

(1:46 pm IST)