Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

અમરેલીના જસવંતગઢની સીમમાં જુગાર રમતા ૯ શખ્‍સો ર લાખના મુદામાલ સાથે ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૦: ભાવનગર રેન્‍જ આઇજી અશોકકુમાર અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી તાલુકા વિસ્‍તારના જસવંતગઢ ગામની શીધાર તરીકે ઓળખાતી સીમમાં આવેલા ચંદુભાઇ રવજીભાઇ મકરૂદીયા, રહે. ચિતલ વાળાની વાડી ખેતરના શેઢા પાસે જુગાર ઉપર દરોડો પાડયો હતો.

પોલીસે સુરેશભાઇ ગોવિંદભાઇ વાડોદરીયા ઉ.વ.પ૦, ધંધો-ખેતી, રહે.લુવારીયા, તા.લાઠી, જિ.અમરેલી, જયેશભાઇ ડાયાભાઇ બોઘાણી ઉ.વ.૩૮, ધંધો-ખેતી, રહે. શેડુભાર, તા.જી.અમરેલી, દિનેશભાઇ બાલુભાઇ બોદર, ઉ.વ.૪પ, ધંધો ખેતી, રહે. શેડુભાર, તા. જિ. અમરેલી, વિપુલભાઇ બચુભાઇ કોઠીયા ઉ.વ.૪૧,ધંધો-ખેતી, રહે.શેડુભાર, તા.જિ. અમરેલી, ત્રિકમભાઇ કાળાભાઇ શેલડીયા ઉ.વ.પપ, ધંધો ખેતી, રહે.  શેડુભાર, તા. જી.અમરેલી,  દીપકભાઇ ઇન્‍દુભાઇ  વાળા ઉ.વ.૩૧, ધંધો-ડ્રાઇવીંગ, રહે. ચિતલ, તા.જી. અમરેલી, પ્રકાશભાઇ તાજુભાઇ ચારોલીયા, ઉ.વ.ર૮ ધંધો-વેપાર, રહે. ચિતલ, તા.જી. અમરેલી,  કાંતીભાઇ બાવાભાઇ ગોહીલ ઉ.વ.૪પ ધંધો ખેતી, રહે. ચિતલ, તા.જી. અમરેલી, વિનુભાઇ જીવરાજભાઇ વૈષ્‍ણવ ઉવ.રપ, ધંધો ખેતી રહે. શેડુભાર તા.જી. અમરેલીની ધરપકડ કરી છે.

રોકડ રૂા. ૧,૦૭,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૯ કિ. રૂા. ર૭,૦૦૦ તથા મોટર સાયકલ નંગ-૪ કિ.રૂા. ૭પ,૦૦૦ મળી કુલ કિ. રૂા. ર,૦૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકરસિહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍. આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલસીબી  ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:47 pm IST)