Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજુલામાં એમેઝોન કંપનીનાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી કરતા કાર્તિક ગોહિલ ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૭ : અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ  તેમજ ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.બી.ગોહીલનાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્‍ત નાબુદ કરવા સારૂ ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્‍?વયે રાજુલા પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના શ્‍ણ્‍ઘ્‍ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્‍ટાફે પેટ્રોલીંગ દરમ્‍યાન રાજુલા ટાઉન મફતપરા વિસ્‍તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬, કિ.રૂ.૫૨૫૦/- સાથે પકડી પાડી તેઓના વિરૂધ્‍ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસે કાર્તીકભાઇ રામભાઇ ગોહીલ ઉ.વ.૨૨ ધંધો.પ્રા.નોકરી રહે.રાજુલા, મફતપરા, વડલી રોડ તા.રાજુલા જિ.અમરેલીની ઇંગ્‍લીશ દારૂની અલગ અલગ બ્રાન્‍ડની ૭૫૦ MLની બોટલ નંગ-૧૬ કિ.રૂ.૫૨૫૦/- સાથે ધરપકડ કરી છે.

 આ કામગીરીમાં પોલીસ ઇન્‍સ. ડી.વી.પ્રસાદ તથા સર્વેલન્‍સ સ્‍કોડના શ્‍ણ્‍ઘ્‍ ભરતભાઇ મુહાભાઇ તથા પો.કોન્‍સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્‍સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્‍સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણાનાઓ જોડાયેલ હતા.

(1:48 pm IST)