Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રૂપેણ બંદરે બોટમાંથી જી.પી.એસ.મશીન તથા મોબાઇલ ચોરી કરનાર ઝબ્‍બે

ખંભાળિયા, તા.૧૦: દ્વારકા પોલીસ સ્‍ટેશનના એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૨૨૨૦૩૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ના ગુન્‍હાના કામે ચોરી કરનાર ઇસમો ચોર મુદામાલ સાથે હાલ જોડીયાપીરની દરગાહ પાસે બે ઇસમો હાજર છે અને બંનેના નામ ફારૂક છે જેથી મળેલ હકિકત આધારે તપાસતા ફારૂકભાઇ ઓસમણભાઇ મંગાભાઇ ચૌહાણ, ભડેલા, ઉ.વ.૨૪, ધંધોઃ માછીમારી, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, દાતારી ચકલાથી આગળ, દ્વારકા મુળ રહે. નવા બંદર, ઇદગાહ રોડ, આયરવાળો, તા.ઉના જી.ગીર સોમનાથવાળાના કબ્‍જામાંથી બ્‍લુ કલરનો વિવો કંપનીનો વી૨૦૨૨ મોડેલનો મોબાઇલ ફોન નંગ-૦૧(એક) મળી આવેલ જેની કિં.રૂ.૧૦,૦૦૦/ ગણી તથા (ર) ફારૂકભાઇ સુલેમાનભાઇ મામદભાઇ થૈમ, ભડેલા, ઉ.વ.૩૫, ધંધોઃ માછીમારી રહે.રૂપેણ બંદર, શાંતિનગર, દાતારી ચોક, પ્રાથમિક શાળાની બાજુમાં દ્વારકા મૂળ રહે.નવાબંદર, ઇદગાહ રોડ આયરવાળો તા.ઉના, જી.ગીર સોમનાથવાળા પાસેથી કાળા કલરનું (GARMIN) કંપનીનું G.P.S. મશીન નંય-૧(એક) મળી આવેલ જેના સીરીજ નં.IT 7410502 જેની કિં. રૂ.૫૦૦૦/ ગણી તપાસ અર્થે કબ્‍જે કરી દ્વારકા પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ઉપરોકત કાર્યવાહીમાં એસ.ઓ.જીના ઇન્‍ચા.પોલીસ ઇન્‍સપેકટર પી.સી.સીંગરખીયા તથા આસી.સબ ઇન્‍સ.અશોકભાઇ સવાણી, હરદેવસિંહજી જાડેજા, ભીખાભાઇ ગાગીયા પોલીસ હેડ કોન્‍સ.દિનેશભાઇ માડમ, કિશોરસિંહ જાડેજા, નરેન્‍દ્રસિંહ રાઠોડ પોલીસ કોન્‍સ. જીવાભાઇ ગોજીયા, પ્રવિણભા મથ્‍થર, સુનીલભા માણેક, કરણકુમાર સોંદરવા વિગેરે જોડાયેલ હતા.

(1:48 pm IST)