Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પડધરી તાલુકા સહકારી માર્કેટીંગ- પ્રોસેસીંગ મંડળીના પ્રમુખપદે રતિભાઇ બોડા ઉપપ્રમુખ હઠીસિંહ જાડેજા

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૯ : પડધરી તાલુકાની પ્રથમ હરોળની સહકારી સંસ્‍થાશ્રી પડધરી તાલુકા સહકારી માર્કેટીંગ અને પ્રોસેસીંગ મંડળી લી.ના હોદેદારો પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પડધરી ખાતે ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્‍ય)શ્રી દેસાઇના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ હતી.

જેમાં વ્‍યવસ્‍થાપક કમિટીના સદસ્‍ય રતિભાઇ બોડા, ડો. ડાયાભાઇ પટેલ,  પરસોતમભાઇ સાવલીયા, હઠીસિંહ જાડેજા, વલ્લભભાઇ ડાંગરીયા, રમેશભાઇ પીપરીયા, ગોવિંદભાઇ સંતોકી, ગોવિંદભાઇ ચોવટીયા, મનસુખભાઇ લુણાગરીયા, તરશીભાઇ તાલપરા, હંસરાજભાઇ લિંબાસીયા, તેમજ હરપાલસિંહ જાડેજા ઉપસ્‍થિત રહેલ છે.

જેમાં પ્રમુખપદે શ્રી રતિભાઇ મુળજીભાઇ બોડા અને ઉપપ્રમુખ પદે શ્રી જાડેજા હઠીસિંહ બેચરસિંહ બીજી ટર્મ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. આ તકે રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ અને સહકારી ક્ષેત્રના સર્વમાન્‍ય અગ્રણી તેમજ હકારાત્‍મક માપદંડોના આધારે આગવી સુઝની મુલ્‍યાંકન કરી ઉત્તરદાયિત્‍વની સોંપણીના માહીર ડો.ડાયાભાઇ પટેલ ઉપસ્‍થિત રહી નવનિયુકત ઉપપ્રમુખને અભિનંદન અને શુભેચ્‍છા પાઠવેલ છે.

સંસ્‍થાના ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી થયેલ હઠીસિંહ જાડેજા છેલ્લા નવ ટર્મથી વણપરી ગામના સરપંચ પદે બીનહરીફ ચુટાઇ આવેલ છે. હાલ તેઓ ટુંકા સમય ગાળામાં સહકારી ક્ષેત્રમાં રાજકોટ માર્કેટીંગયાડના ડીરેકટર પદે, જમીન વિકાસ બેંક પડધરી શાખા, ડીરેકટર પદે રાજકોટના નાગરીક સહકારી બેંકના પડધરી શાખા, સમિતિમાં સભ્‍ય પદે યશસ્‍વી  ફરજ બજાવી રહેલ છે આ તકે શ્રી રાજકોટ ડી.કો.ઓ. બેંક લી. પડધરી શાખાના મેનેજર શ્રી ડી.ટી. ભાગ્‍યા, સંસ્‍થાના મેનેજરશ્રી સવજીભાઇ કાસુન્‍દ્રા, ગોરધનભાઇ બોડા તેમજ સંસ્‍થાના કર્મચારી ઉપસ્‍થિત રહયા હતા.

(1:48 pm IST)