Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જામનગરમાં લારી ઉપર આઇસ્‍ક્રીમનાં રૂપિયા માંગતા છરી ઝીંકી દીધી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં બદ્રીચંદ મોહનભાઈ માલી, ઉ.વ.ર૩, રે. નુરી ચોકડી પાસે, જગન્‍નાથ પાર્ક, મકાન નં.બી મહાવીર આઈક્રીમ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-પ-ર૦રર મહાકાળી સર્કલ, મહાવીર આઈક્રીમ ની રેકડી પર જામનગરમાં ફરીયાદી બદ્રીચંદ પોતાની આઈક્રીમની રેકડી પર ધંધા પર હતા તે વખતે આરોપી શ્રીકાંત પરમાર, એક અજાણ્‍યો ઈસમ, રે. જામનગરવાળા આવેલ અને આઈક્રીમ પાર્સલ કરાવેલ અને ફરીયાદી બદ્રીચંદે આરોપીઓ પાસે રૂપિયા માંગતા આરોપીઓએ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી બદ્રીચંદને ગાળો આપેલ અને ફરીયાદી બદ્રીચંદે ગાળો આપવાની ના પાડતા આરોપી શ્રીકાંત પરમાર પાસે છરી હોય જે છરી ફરીયાદી બદ્રીચંદને જમણા કુલામાં એક ઘા મારેલ તેમજ ડાબા કુલામાં તથા કમરના ભાગે મારી લોહી કાઢી આરોપી અજાણ્‍યા શખ્‍સે તેની પાસે રહેલ કળાથી ફરીયાદી બદ્રીચંદને માથામા માર મારી ને ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સોનું - રૂપિયા ઓળવી જઈ

છેતરપીંડી કર્યાની બે સામે રાવ

અહી સીટી એ પોલીસ સ્‍ટેશનમાં નિલેશભાઈ વ્રજલાલ માંડલીયા, ઉ.વ.૩૪, રે. ચાંદીબજાર, લાલબાગ સામે, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ચાંદીબજારમાં સુંદરજી મગનલાલ એન્‍ડ સન્‍સ નામની સોનીની દુકાને, જામનગરમાં આરોપી વસીમભાઈ ખરા તથા ઈકબાલભાઈ ઈબ્રાહીમભાઈ ખીરા, રે.બંન્‍ને જામનગરવાળા એ પોતાનું ગીરવે પડેલ સોનુ છોડાવી સોનું ફરીયાદી નિલેશભાઈને વેચી તેમાંથી નફા પેટે રૂપિયા ફરીયાદ નિલેશભાઈને આપવાનો ભરોસો આપી ફરીયાદી નિલેશભાઈ પાસેથી તા.ર૮-ર-ર૦રર ના રોજ રોકડા રૂ.૧,૯૯,૦૦૦/- તથા તા.૮-૩-ર૦રરના ના રોજ રોકડા રૂ.પ,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૬,૯૯,૦૦૦/- મેળવી ફરીયાદી નિલેશભાઈને આજદિન સુધી સોનું કે રૂપિયા ૬,૯૯,૦૦૦/- પરત આપેલ ન હોય અને ફરીયાદી નિલેશભાઈએ આરોપીઓ પાસે અવાર નવાર રૂપિયાની માંગણી કરતા આરોપીઓએ ફરીયાદી નિલેશભાઈને જણાવેલ કે હવે રૂપિયા નથી આપવા તમારાથી જે થાઈ તે કરી લેજા અને ચેક લઈને ફર્યા કરજો તેમ કહી ફરીયાદી નિલેશભાઈ સાથે વિશ્‍વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો  કેસ

પરત ખેંચી લેવાની ધમકી

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં ભારતીબેન મુકેશભાઈ માડમ, ઉ.વ.ર૬, રે. નાઘેડી ગામ, રામાપીરના મંદિરની બાજુમાં, જામનગર  વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નાઘેડી ગામ હનુમાનજીના મંદિર પાસે ફરીયાદી ભારતીબેન તથા સાહેદ ના ઘેર માતાજીનો પ્રસંગ હોવાથી સોસાયટીમાં છોકરીઓને બોલાવવા જતા હતા ત્‍યારે આરોપીઓ રેખાબેન, ધાનીબેન, વિક્રમભાઈ, રે. નાઘેડી ગામ વાળા ફરીયાદી ભારતીબેનને ભુંડી ગાળો આપી માર મારવાની તેમજ મારી નાખવાની તથા અગાઉ થયેલ કેશ પાછો ખેચી લેવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

ગભરામણ થતા યુવાનનું મોત

જામનગર જિલ્લાના નાઘેડી ગામે આર્શીવાદ હોટલ પછાળ મહેશભાઈ આહિરની સોસાયટી વાડી વિસ્‍તારમાં રહેતા મધુબેન જીતુભાઈ વિરાભાઈ બારીયા, ઉ.વ.૩૮ એ પંચ બીભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૮-પ-ર૦રરના નાઘેડી ગામે આ કામે મરણજનાર જીતુભાઈ વિરાભાઈ બારીયા, ઉ.વ.૪૦, રે. આર્શીવાદ હોટલ પછાળ મહેશભાઈ આહિરની સોસાયટી વાડી વિસ્‍તાર, નાઘેડી ગામવાળાને બેચેન જેવું લાગતા મરણ થયેલ છે.

(1:53 pm IST)