Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

તળાજા પાસે અકસ્‍માતમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ પતિની નજર સામે પત્‍નિનું મોત : પુત્રને ઇજા

કાર અને ટેન્‍કર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૧ : મૂળ ગરપીરા (ભાખલ) ગામના રહેવાસી અને ભાવનગરના ભરતનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્‍સ્‍ટેબલ હરદીપભાઈ હિપાભાઈ મકવાણા આઇ૨૦ કારનં જીજે ૧૮-બીડી ૬૨૮૮ લઈ પત્‍ની, બે દીકરા સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા. તળાજાના હાજીપરના પાટિયા નજીક પહોંચતા કાર અને ટેન્‍કર સામસામે અથડાતા કારમાં બેસેલ ભદ્રાબેનનું સ્‍થળ પર જ કમકમાટીભર્યુ મૃત્‍યુ થયુ હતું.
જયારે પોલીસ કર્મી હરદીપભાઈ અને તેના મોટા પુત્ર કૃતાર્થને ઇજાઓ થતા તળાજા ૧૦૮ દ્વારા તળાજા રેફરલ હોસ્‍પિટલ અને ત્‍યાંથી ભાવનગર ખસેડવામાં આવ્‍યા હતા.
ᅠપોલીસકર્મીના મૃતક પત્‍ની ભદ્રાબેનનું પિયર ભાવનગર નજીકના અકવાડા ગામે છે. આ અકસ્‍માત અંગે તળાજા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 

(10:32 am IST)