Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

માર્કેટયાર્ડ અમરેલી નવા મગની આવક શરૂ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૧ : સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ અમરેલી, નવા માર્કેટયાર્ડમાં સોમવારનાં સિઝનના નવા મગની આવક શરૂ થઇ હતી.
જેમાં દલપતભાઇ કથીરીયા રે. દહીડા સ્‍વામીનારાયણ ટ્રેડીંગ કાુ.ની દલાલીમાં મગ લઇ આવેલ હતા. અંદાજીત પ૦ મણ જેટલા મગની આવક આવેલ હતી. નવા મગની ખરીદી શ્રી લક્ષ્મી ટ્રેડીંગએ કરી હતી. જેનો ભાવ રૂા.૧રપ૧ રહેવા પામેલ હતો. તેમ બજાર સમિતિનાં સેક્રેટરી તુષારભાઇ હપાણીએ જણાવ્‍યું હતું.

 

(11:15 am IST)