Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હળવદના શિવ રંજની મ્‍યુઝિકલ ગ્રુપનું સરાહનીય કાર્ય

ઘોરની આવકમાંથી રોટરીના પ્રોજેકટમાં આપ્‍યો સહકાર

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૧:શિવરંજની મ્‍યુઝીકલ ગ્રૂપ હળવદ દ્વારા સંગીત સંધ્‍યા તેમજ ધૂન,ભજન વગેરેનો ધાર્મિક પ્રોગ્રામ કરવામાં આવતો હોય છે. આ કાર્યક્રમમાં થતી ઘોરની રકમ આ ગ્રુપના સભ્‍યો સેવાકીય પ્રવૃતિઓમાં અને જરૂરિયાતમંદને મદદરૂપ થવા માટે એકઠી કરીને તેનો યોગ્‍ય જગ્‍યાએ ધર્માદો કરીને એક ઉમદા અને પ્રેરણારૂપᅠ કાર્ય કરી રહ્યા છે.

સ્‍વઃવ્રજલાલ ઈશ્વરભાઈ માકાસણા પુણ્‍યતિથિએ યોજાયેલ કાર્યક્રમમાં આવેલ ૧૭ હજારની રકમમાંથી ૩ હોસ્‍પિટલ બેડ લઈ આપવામાં આવ્‍યા હતા. તેમજ સ્‍વ.ડાયાલાલ પ્રાગજી ભાઈ પિત્રોડા અને સ્‍વઃ ઊર્મિલાબેન ડાયાલાલ પિત્રોડાને ત્‍યાંથી આવેલ ૮ હજારની રકમમાંથી ૬ વોકર ,૬ ટોયલેટચેર, ૬ બેલેન્‍સ સ્‍ટીક રોટરી ક્‍લબ ઓફ હળવદ અને ઇનબોક્‍સ કલોથ સંચાલિત ચાલતા કાયમી માનવસેવામાં ઉપયોગી એવા મેડિકલ સાધન વાળા પ્રોજેક્‍ટમાં વધુ સાધનોની જરૂરિયાત ઉભી થતા ૨૫,૦૦૦/- રૂપિયાના નવા સાધનો વસાવી આપવામાં આવ્‍યા હતા.

(11:15 am IST)