Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જસદણ પાલિકા વધુ ર રેનબસેરા બનાવશેઃઘરવિહોણા લોકોને સુવિધા મળશે

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તાઃ ૧૧: જસદણમાં જુદા જુદા વિસ્‍તારોમાં બે રેન બસેરા બનશે. આ અંગે ટેન્‍ડર પ્રક્રિયા બહાર પડાતા ફૂટપાથ ઉપર રાતવાસો કરતાં લોકોને બહાર ભટકવું નહી પડે. નગરપાલિકાની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું હતું.

આ અંગે પાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્‍પેશભાઇ રૂપારેલિયાએ જણાવ્‍યું હતું કે રેન બસેરાની ટેન્‍ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે ટેન્‍ડર ભરાતા કમ શરૂ થશે એક રેન બસેરા કબ્રસ્‍તાન પાસે અને એક રામેશ્વર મંદિર પાસે બનતાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં રાતવાસો કરતાં ઘરવિહોણા લોકો અહીં આશરો લઇ શકશે વધુમાંૅ જણાવ્‍યું હતું કે ફૂટપાથ ઉપર રહેતા લોકોની સંખ્‍યા જૂજ છે પણ રેન બસેરા બનતા લોકોને રાહત મળશે. અત્રે એ નોંધનીય છે કે જસદણ નગરપાલિકા દ્વારા ચારેય દિશામાં રોડ રસ્‍તા વિકાસકાર્યોને વેગ મળ્‍યો છે. જે વિસ્‍તારમાં બાકી કાર્યો છે તે પણ આગામી સમયમાં પૂર્ણ થશે.

(12:21 pm IST)