Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

જામજોધપુરમાં રેશનીંગના જથ્‍થા મુદ્દે તંત્રની ચુપકીદીથી અનેક તર્કવિતર્ક

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા. ૧૧: જામજોધપુરમાં રેશનીંગના ઘઉં-ચોખાનો કાળો કારોબાર પુરજોશમાં ધમધમી રહ્યો છે અનેક વાર લાખો રૂપિયાનો ઘઉં-ચોખાનો જથ્‍થો પોલીસ તંત્ર તેમજ પુરવઠા તંત્ર દ્વારા શંકાસ્‍પદ રીતે પકડવામાં આવેલ છે છતાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં તંત્રની ઢીલી નીતી કામ કરી રહી છે તેવું લાગી રહ્યું છે ત્‍યારે કડબાલ ખાતે કારખાનામાંથી રેશનીંગ્રનો જથ્‍થો તંત્ર એ પકડી પાડ્‍યા બાદ પોલીસ ફરીયાદ સીવાય કોઈ પણ કડક કાર્યવાહી થઈ નથી તથા જાણી જોઈ અમુક ભાગીદારોના નામ કાઢી નાખવા માં આવ્‍યા હતાપોલીસ તેમજ તંત્ર આ મામલે ઉંડાણ સુધી તપાસને લઈ ગયા નથી.

ચર્ચાતી વિગત મુજબ અધીકારી સહીત અનેક મોટા માથાની સંડોવણી બહાર આપત ત્‍યારે તાજેતરમાં જ દશેક દિવસ પહેલા તંત્ર દવારા રસ્‍તા પરથી જતા વાહનમાં તથા યાર્ડમાં વહેચવા આવેલ ચોખાનો શંકાસ્‍પદ જથ્‍થો પકડી પાડેલ છે ત્‍યાર આ અંગેની તપાસની ગતિ ગોકળગાય દવારા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ઉપરાંત જામ-જોધપુર શહેરમાં રેશનીંગ ની દુકાને થી ગ્રાહકો ને જથ્‍થો ઓછો આપવામાં આપે છે.

ગ્રાહકો નેબીલ પણ આપવામાં આવતા નથી આવી અનેક ફરીયાદો આધાર પુરાવા રૂપે મામલતદાર કર્ચેરી ખાતે તંત્રને રજૂઆત કરવા છતા કોઈ કાગળીયા પર કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર દુકાનદારો ને મૌખીક સુચના આપી જવા દેવાઈ છે ત્‍યારે જામ જોધપુર પંથકમાં ચાલી રહેલ ગેરકાયદેસર પુરવઠાના ઘઉં-ચોખાના કાળા કારોબારને નાથવા પાસા શષા ઉગામવું જરૂરી હોવાનું લાગી રહ્યું છે ત્‍યારે જો આ અંગે કડક કાર્યવાહી નહી થાય તો ફરી જાગૃત જનતા મેદાન આવી તંત્રને ઢંઢોળી રેશનીંગની દુકાને ભૂતકાળમાં જનતા દરોડા થયા હતા તેમ દરોડા પડે તો નવાઈ નહીં.

(11:30 am IST)