Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

વાંકાનેર શાહબાવા ટ્રસ્‍ટ અંગે વકફ બોર્ડની એક પક્ષીય કાર્યવાહી સામે

સરકારી સભ્‍ય રાઠોડનો રોષ

વાંકાનેર તા. ૧૧ :.. ગઇ તા. ૪-પ-રર ના વકફ જા. નં. બી.-૪૧૯ રાજકોટ, ૬પપ૪/ર૦રર ના અરજદાર વિધવા ફરીદાબેન જે. હુશેનશા ચાંદશાની પત્‍નિ, કે જે હાલમાં પોતાનો પતિ જીવીત હોવા છતાં વિધવા તરીકેની ખોટી ઓળખ આપે છે. જે શાહબાવા દરગાહના કમ્‍પાઉન્‍ડમાં રહે છે. જે સામાવાળા વકફ રજીસ્‍ટરે નોંધાયેલ છે.
ટ્રસ્‍ટી ૧, મામલતદાર (ચેરમેન) સભ્‍યો-ર, માહમદ સાજીભાઇ સેરશીયા -વાંકાનેર ૩, નુરમામદ મીરાજી બાદી-કેરાળા-૪, નુરમામદભાઇ શેરશીયા-તિથવા, પ, જલાલ હાજીભાઇ સેરશીયા ખીજડીયા ૬, રસુલભાઇ આહમદભાઇ માથકીયા, પંચાસીયા ૭, નુરમામદ આહમદ બાદી -અરણીટીંબા, વાંકાનેર જે તમામ સભ્‍યોને વકફ બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગર ખાતે તા. ૧૦-પ-રર ના રોજ બોલાવવામાં આવેલ.
જેના સામે, હઝરત મહંમશા બાવા ટ્રસ્‍ટ બી.-૪પ૯ ના સંદર્ભમાં જણાવેલ કે, હાઇકોર્ટ સમક્ષ એસ.સી.એ. ૧૧૭ર/ર૦૧૮ ના હુકમ તા. ર૧-ર-ર૦રર ના હુકમ સામે એટલે કે ઉપરોકત હુકમ અન્‍વયે તમામને સાંભળવાની જરૂર હોઇ, તા. ૧૦-પ-રર ના ૧૧ કલાકે કંઇ વાંધા સુચન કે રજૂઆત કરવી હોય તો તમામ દસ્‍તાવેજી પુરાવા સાથે હાજર રહેવા જણાવેલ મુજબનો પત્ર મળેલ.
પરંતુ હકિકત એ છે કે ઉપરોકત જે સભ્‍યોને બોલાવવામાં આવેલ છે તે સભ્‍યોની આ ટ્રસ્‍ટમાંથી તા. ૩-ર-ર૦૧૬ ના મુદત પુરી થઇ ચુકેલ છે. ઉપરાંત તે વખતના ચેરમેન પણ હાલ નિવૃત છે. વર્તમાન શાહબાવા ટ્રસ્‍ટના કોઇપણ સભ્‍યોને આ વિષયે જાણ કરવામાં આવેલ નથી કે બોલાવવામાં આવેલ નથી. તેમ છતાં શાહબાવા ટ્રસ્‍ટના ચેરમેન પોતાના વકીલ (હાઇકોર્ટ) મારફત રજૂઆત કરવા હાજર રહ્યા હતાં.
આ બાબતની જાણ (હાઇકોર્ટના હુકમની) મામલતદાર-ચેરમેનશ્રીને ન હોઇ તેઓએ અધ્‍યક્ષ પાસે મુદત માટની માંગણી કરતા મુદત આપવામાં નહીં આવે તેવું જણાવેલ અને તે વખતે સભ્‍યો તરફથી હાજર રહેલા  એડવોકેટ ફૈઝાન એમ. મંડલીએ રીકવસ્‍ટ કરી ત્‍યારે માત્ર આઠ દિવસની મુદત મળશે તેવું અધ્‍યક્ષશ્રીએ જણાવેલ. જો કે વધુ મુદતની માંગણી આ કેસની સ્‍ટડી કરવા કરાયેલ ત્‍યારે માત્ર ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે. પરંતુ વકફ બોર્ડના એક પક્ષીય નિર્ણયથી ચેરમેન, સભ્‍યો તથા વકીલ નારાજ થયા હતાં. માત્ર ૧૦ દિવસની મુદત આપી તે અંગે શાહબાવા ટ્રસ્‍ટના સભ્‍ય મહંમદભાઇ રાઠોડે રોષ વ્‍યકત કરેલ છે.
હાઇકોર્ટનો ર૧-ર-રર ના હુકમમાં શાહબાવા ટ્રસ્‍ટના હાલના ચેરમેન અને સભ્‍યોને સાંભળ્‍યા બાદ ઉપરોકત વિષયે વધુ ચુકાદાની જરૂર નથી. અને બન્ને પક્ષોને સાંભળ્‍યા પછી જ નિર્ણય કરાશે. હાઇકોર્ટના આ આદેશ ને કોરણે મુકી શકાય નહીં.

 

(11:57 am IST)