Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

માળીયા (મી)ના જાજાસરમાં મંદિરનો જીર્ણોધ્‍ધારઃ બાર પોરો પાટોત્‍સવ અને રામદેવ રામાયણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: માળિયા તાલુકાના જાજાસર ગામે જયશ્રી રામદેવજી મહારાજ અલખધામ આશ્રમ ખાતે મંદિરનો જીર્ણોધ્‍ધાર, (હવન-હોમ) બાર પોરો પાટોત્‍સવ અને રામદેવ રામાયણનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં તા. ૧૦ ને મંગળવારે કથા પ્રારંભ અને તા. ૧૬ ના રોજ કથા વિરામ કરાશે જાજાસરના અલખધામ આશ્રમ ખાતે દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી કથા શ્રવણનો લાભ લઇ શકાશે

કથા દરમિયાન પોથીયાત્રા, નંદ ઉત્‍સવ, રામદેવજી મહારાજ પ્રાગટ્‍ય, ભૈરવ ઉદ્ધાર, રામદેવજી મહારાજના વિવાહ અને ગતગંગા ભક્‍તોની કથા, રામદેવ મહારાજની પોથીયાત્રા, ભવ્‍ય રામાંમંડળ અને મહાપ્રસાદ યોજાશે જેમાં વક્‍તા બાળ વિદુષી રતનબેન (ગુરુશ્રી ભાવેશ્વરીબેન) રામધન આશ્રમ મોરબી વાળા બિરાજી કથાનું રસપાન કરાવશે

હવન હોમ તા. ૧૪ ને શનિવારથી તા. ૧૬ ને સોમવાર સુધી યોજાશે જે કથા અને ધાર્મિક મહોત્‍સવનો લાભ લેવા અલખધામ આશ્રમના મહંત મૂળદાસબાપુ અને ગુરુશ્રી નાગરાજ બાપુએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(12:14 pm IST)