Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

અમરેલીમાં કેમેરા-સાધનોની ચોરી કરનાર ભરત જીકાદ્રા ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૧ઃ અશોક કુમાર યાદવ પોલીસ મહાનીરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારીની સુચનાથી કમેરો અને સામાન ચોરનાર ભરત જેરામભાઇ જીકાદ્રા (ઉવ.૨૩) ધંધો. હિરા રહે.મુળ ભોરીંગડા તા. લીલીયા જી.અમરેલી હાલ રહે સુરત નાના વરાછા પુણાગામ ગીતાનગર-૨ રૃમ નં. ૧૦૬ તા.જી.સુરતને કિ.રૃા. ૯૫,૭૦૦ સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે. વિસ્તારના અનડીટેકટ ચોરીના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી. પો.સ્ટે.નાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી એમ.એ.મોરી, તથા અમરેલી સીટી પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે.

(1:45 pm IST)