Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ડભોઇના દારૂના ગુન્‍હાનો ફરાર આરોપી ધ્રોલ પાસેથી ઝડપાયો

જામનગર,તા.૧૧: ડભોઇ પોલીસ સ્‍ટેશનના સી-પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૭૦૧૪૨૧૨૨૨૧ / ૨૦૨૧ પ્રોહિ કલમ  ૬૫-એ, ઇ,૮૧,૮૩,૯૮ (૨) મુજબના ગુન્‍હામાં નાસતા-ફરતા આરોપી સંજય ભીખાભાઇ શિયાર રહે. ગુલાબનગર જામનગર વાળો હાલ રાજકોટ હાઇવે પર આવેલ દેડકદડ ગામના પાટીયા પાસે બેઠેલ હોવાની હકિકત એસ.ઓ.જી. સ્‍ટાફના રવીભાઇ બુજડ તથા રાજેશભાઇ મકવાણા તથા શોભરાજસિંહ જાડેજાને મળતા મજકુરને પકડી ધ્રોલ પોલીસ સ્‍ટેશનને સોંપી આપેલ છે.

મજકુર આરોપી આ અગાઉ સીટી‘‘બી'' ડીબી પો.સ્‍ટેના ૫ ગુનાઓમાં તેમજ પંચકોષી ‘‘એ'' ડીવી પો.સ્‍ટેના-૨ ગુનાઓમાં તેમજ સીટી ‘‘એ'' ડીવી પો.સ્‍ટેના-૧ ગુનામાં તેમજ રાજકોટ જીલ્લાના કુલ-૩ ગુનામાં તેમજ સુરત જીલ્લાના-૧ ગુનામાં તેમજ વલસાડ જીલ્લાના-૧ ગુનામાં આરોપી તરીકે સંડોવાયેલો છે.  આ કાર્યવાહી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી સૂચનાથી એસ.ઓ.જી. સ્‍ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(1:15 pm IST)