Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ઉનાના દેલવાડામાં ગુપ્ત પ્રયાગ તીર્થધામ ખાતે વિશ્વ કલ્યાણના હેતુથી પૂ. મુકતાનંદબાપુ દ્વારા નવમો ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ : અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.

ત્યારે આખુ વિશ્વ આ કોરોના મહામારી તેમજ અન્ય બિમારીઓમાંથી વહેલી તકે મુકત થાય અને સમગ્ર જીવસૃષ્ટિ નિરોગી બને અને સર્વત્ર સુખ - શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ ઉભું થાય તેવા શુભ હેતુ સાથે પૂ. મુકતાનંદબાપુ દ્વારા ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામ ચાંપરડાના સંત પ.પૂ.મુકતાનંદબાપુ પ્રેરીત આ ૧૧ દિવસીય ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થયો છે અને તા. ૧૯ જાન્યુઆરીના રોજ તેની પૂર્ણાહુતિ થનાર છે.

આ મહાયજ્ઞમાં દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમજ વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરીને આવવું તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.

(10:12 am IST)