Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાંસદ વિનોદ ચાવડાની હિન્દી સલાહકાર સમિતિના સદસ્ય તરીકે વરણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૨ : સતરમી લોક સભામાં પોર્ટ – શિપીંગ અને જળમાર્ગ મંત્રાલય ભારત સરકાર તરફથી હિન્દી સલાહકાર સમિતિના સદસ્ય તરીકે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની સંસદીય કાર્ય મંત્રાલય તરફથી નિમણુંક કરવામાં આવી છે.

સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પોર્ટ – શિપીંગ અને જળ માર્ગ સમિતિ કેન્દ્રિય હિન્દી સમિતિ અને રાજભાષા વિભાગ દ્વારા સમય સમય પર નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સરકારી કાર્યોમાં હિન્દી ભાષાના પ્રયોગમાં સલાહ સૂચન અને અમલીકરણ માટેની સમિતિ છે, જેમાં મને સહભાગી થવાની તક સાંપડી છે. આ મારૃં સદ્દભાગ્ય છે જેણે કાર્ય કરવાના મારા સંકલ્પને પ્રોત્સાહન પૂરૃં પાડ્યું છે.

(10:12 am IST)