Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સુત્રાપાડામાં ગેસ લિકેજથી ભડકો થતાં કોળી દંપતિ અને બે વર્ષની પુત્રી દાઝયા

રાજકોટ તા. ૧૨: સુત્રાપાડા ગીરના કાનાવડલા ચોકમાં ગેસની નળી લીક થતાં ભડકો થતાં કોળી દંપતિ અને બે વર્ષની પુત્રી દાઝી જતાં સારવાર હેઠળ છે. જેમાં બે વર્ષની બાળાને રાજકોટ ખસેડાઇ છે.

જાણવા મળ્યા મુજબ સુત્રાપાડા રહેતી મોતીબેન પરેશ વાંજા (ઉ.૨૪) ગઇકાલે સાંજે ગેસ પર રસોઇ બનાવતી હતી ત્યારે ગેસની નળી લિક થતાં ભડકો થતાં તે અને બાજુમાં રમી રહેલી બે વર્ષની પુત્રી રશીતા દાઝી જતાં દેકારો થતાં બચાવવા માટે પતિ પરેશ માંડાભાઇ વાંજા (ઉ.૨૬) પણ દાઝી જતાં ત્રણેયને સારવાર માટે સુત્રાપાડા હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પુત્રી રશીતાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ છે. બાળકી માતા પિતાની એકની એક પુત્રી છે.

(11:07 am IST)