Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પોરબંદરમાં યોજાયેલ સ્વીમાંથોન ૨૨ સ્વીમીંગ કોમ્પીટીશનમાં પ્રીશા ટાંકને બે એવોર્ડ

રાજકોટઃ પોરબંદર ખાતે યોજાયેલ શ્રીરામ સી સ્વીમીંગ નેશનલ ચેમ્પયનશીપ સ્વીમાંથોન-૨૨ અંર્તગત રાજકોટ કડવીબાઈ કન્યા વિદ્યાલયની ધોરણ ૯ની વિદ્યાર્થીની પ્રીશા રીતેશભાઈ ટાંકે પોરબંદરના દરિયામાં એક કિલોમીટર તરણ સ્પર્ધામાં ત્રીજા સ્થાને અને દશ કિલોમીટર તરણ સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરી મેડલ પ્રાપ્ત કરીને બે મેડલ મેળવતા કડવીબાઈ કન્યા વિદ્યાલય તથા કડિયા સમાજનું ગૌરવ વધારેલ છે.

નેશનલ લેવલની આ સ્પર્ધામાં કાળજાળ ઠંડીમાં સ્પર્ધકો દરિયામાં પોતાનું કૌતુક બતાવે છે. પ્રીશાએ રાજકોટના રેસકોર્સ સ્નાનાગારમાં સ્વીમીંગ કોચ નિમિશભાઈ ભારદ્વાજ તથા બંકિમભાઈ જોષીના માર્ગદર્શનમાં તેમણે ટ્રેનીંગ લઈ આ સિધ્ધિ હાંસલ કરેલ છે. મો.૯૮૨૫૨ ૯૫૩૩૩

(11:09 am IST)