Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

માળિયાના મોટા દહીંસરા ગામેથી દારૂની ૭૨૦ બોટલનો જથ્થો ઝડપાયો.

ઈંગ્લીશ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કરાયો.

માળિયાના મોટા દહીંસરા ગામના પાદર પાસેથી ખેતરમાંથી બાઈક લઈને પસાર થતા ઈસમને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૭૨૦ બોટલ કીમત રૂ ૨.૭૦ લાખ અને ૫૦ હજારનું બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરના પાદર પાસે કુંભાતરના માર્ગે ખેતરમાંથી પસાર થતા સ્કૂટરને આંતરી પોલીસે તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૨૦ કીમત રૂ ૨.૭૦ લાખ મળી આવતા દારૂનો જથ્થો અને ૫૦ હજારનું બાઈક પોલીસે જપ્ત કરી આરોપી જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૪૮) (રહે વિવેકાનંદનગર માળિયા વાળા) ને ઝડપી લીધો છે તો અન્ય બે આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજા રહે બંને મોટા દહીંસરા તા. માળિયા વાળાના નામ ખુલતા આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ મથક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જે કામગીરીમાં માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી

(11:34 am IST)