Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા મોરબીમાં આવેદન અપાયું.

ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા પણ એકતા એ જ લક્ષ્ય સંગઠનની માંગ

મોરબી એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.
એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર રચવા ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ-૧૯૯૫ની કલમનો દુરુપયોગ કરી કાયદાનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું પ્રતીત થાય છે ત્યારે વક્ફ અધિનિયમ ૧૯૯૫ રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

(11:39 am IST)